Sports activities Information: ‘સુવર્ણ વિજય’! દિવ્યાંગ હોવા છતાં 168 કિલો વજન ઉઠાવી રામ બાંભવા ચેમ્પિયન બન્યો

Sports activities Information: ‘સુવર્ણ વિજય’! દિવ્યાંગ હોવા છતાં 168 કિલો વજન ઉઠાવી રામ બાંભવા ચેમ્પિયન બન્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Sports activities Information: રાજકોટના યુવા પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ઉત્તરાખંડના રૂરકી શહેરમાં યોજાયેલી નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. 80 કિલોગ્રામ વજન વર્ગમાં 168 કિલો વજન ઉઠાવી તેમણે સુવર્ણ પદક જીતી રાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે.

પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેટલ જીત્યો
પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેટલ જીત્યો

રાજકોટ: રાજકોટના રામ બાંભવાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શરીરની મર્યાદા ક્યારેય મનોબળને રોકી શકતી નથી. ઉત્તરાખંડના રૂરકી શહેરમાં આયોજિત નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં તેમણે અસાધારણ પ્રદર્શન કરી ગુજરાત અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. 16 થી 18 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રામ બાંભવાએ 80 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને 168 કિલોગ્રામ વજન ઉપાડી સુવર્ણ પદક પોતાના નામે કર્યું હતું. આ પ્રદર્શન સાથે તેમણે નેશનલ લેવલે નવો ઇતિહાસ રચ્યો છે.

રામ બાંભવાના આ વિજય પાછળ વર્ષોનો પરિશ્રમ, શિસ્તબદ્ધ જીવનશૈલી અને અડગ ઇચ્છાશક્તિ છુપાયેલી છે. મૂળ ફલ્લા ગામના રહેવાસી અને હાલ રાજકોટમાં વસતા રામ માત્ર 29 વર્ષની ઉંમરમાં પાવરલિફ્ટિંગ ક્ષેત્રે જાણીતું નામ બની ગયા છે. દિવ્યાંગ હોવા છતાં તેમણે ક્યારેય પોતાની સ્થિતિને કમજોરી બનવા દીધી નથી. નેશનલ પેરા પાવરલિફ્ટિંગ જેવી કઠિન સ્પર્ધામાં 168 કિલો વજન ઉપાડવું માત્ર શક્તિનો નહીં, પરંતુ માનસિક મજબૂતીનો પણ દાખલો છે.

રામ બાંભવાનો રમતગમતનો સફરનામું પ્રેરણાદાયી છે. અત્યાર સુધી તેઓ 8 વખત રાષ્ટ્રીય સ્તરે અને 7 વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમની કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ દરેક વખતે તેમણે વધુ મજબૂત બનીને વાપસી કરી છે. ગત વર્ષે ચીનમાં યોજાયેલા વર્લ્ડ કપ પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે તેમની આંતરરાષ્ટ્રીય ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

રાષ્ટ્રીય સ્તરે પણ તેમની સિદ્ધિઓ નોંધપાત્ર છે. અત્યાર સુધીમાં રામ બાંભવાએ નેશનલ લેવલે કુલ 4 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા છે. દરેક સ્પર્ધા તેમની માટે માત્ર મેડલ જીતવાનો અવસર નહીં, પરંતુ પોતાની જાતને વધુ સારી રીતે સાબિત કરવાનો પડકાર હોય છે. તેમના કોચ અને સાથી ખેલાડીઓ પણ તેમની શિસ્ત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસની ખુલ્લી પ્રશંસા કરે છે. હાલ રામ બાંભવા ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ખાતે કડક તાલીમ લઈ રહ્યા છે. નેશનલ ચેમ્પિયનશીપમાં મળેલી સફળતા બાદ હવે તેમની પસંદગી આગામી આંતરરાષ્ટ્રીય મંચ માટે થઈ છે. તેઓ 7 થી 12 એપ્રિલ દરમિયાન થાઈલેન્ડના બેંગકોક શહેરમાં યોજાનારી એશિયા-ઓશિઆનિયા ઓપન પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ પણ વાંચો: કોરોનાને હરાવી બદલી જિંદગી! આ ખેડૂતની 5 ગાયથી શરૂ થઈ સફર, હવે મહિને લાખોની આવક

આગામી સ્પર્ધા અંગે રામ બાંભવાએ આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું છે કે તેમનું લક્ષ્ય માત્ર ભાગ લેવાનો નથી, પરંતુ ગોલ્ડ મેડલ જીતવાનો છે. તેઓ માને છે કે સતત મહેનત અને દેશ માટે કંઈક કરી બતાવવાની લાગણી તેમને આગળ ધપાવે છે. રાજકોટના આ યુવાન ખેલાડીની સફળતા આજે અનેક દિવ્યાંગ યુવાનો માટે આશા અને પ્રેરણાનું પ્રતીક બની છે. રામ બાંભવાની આ સિદ્ધિ એ સંદેશ આપે છે કે જો સપના મોટા હોય અને મન મજબૂત હોય, તો કોઈ પણ મંચ અશક્ય નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *