આઇસીસી રેન્કિંગ : ટેસ્ટમાં શુભમન ગિલ ટોપ-10માં પહોંચ્યો, વન-ડેમાં રોહિત અને ટી-20માં અભિષેક નંબર વન

આઇસીસી રેન્કિંગ : ટેસ્ટમાં શુભમન ગિલ ટોપ-10માં પહોંચ્યો, વન-ડેમાં રોહિત અને ટી-20માં અભિષેક નંબર વન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


ICC Rating : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ એક સ્થાનનો ફાયદો થયો છે. તે બેટ્સમેનોના ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં આવી ગયો છે. યશસ્વી જયસ્વાલ ટોપ-10માં સામેલ છે. જયસ્વાલ 8માં અને ગિલ 10મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેટ્સમેન એલેક્સ કેરીએ ચાર ક્રમાંકનું નુકસાન થયું છે. તે 13મા ક્રમે પહોંચી ગયો છે. કેરીના નુકસાનનો લાભ ગિલને મળ્યો છે.

ઇંગ્લેન્ડના વાઇસ કેપ્ટન હેરી બ્રુકે 3 સ્થાનની છલાંગ લગાવી છે. તે નંબર-2 પર પહોંચી ગયો છે. તે નંબર-1 પર રહેલા જો રુટની ખુબ જ નજીક આવી ગયો છે. બ્રુક અને રુટ વચ્ચે માત્ર 21 રેટિંગ પોઇન્ટનું અંતર છે. બ્રુક પાસે 846 રેટિંગ પોઈન્ટ્સ છે અને રુટ પાસે 867 રેટિંગ પોઈન્ટ્સ છે. વન ડે અને ટી-20 રેન્કિંગમાં અનુક્રમે રોહિત શર્મા અને અભિષેક શર્માનો દબદબો જારી રહ્યો છે. વન ડે માં રોહિત અને ટી 20માં અભિષેક શર્મા નંબર 1 પર છે.

વન ડે રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો

વન ડે રેન્કિંગમાં ભારતના ચાર બેટ્સમેનો – રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ ઐયર ટોપ-10માં છે. રોહિત પ્રથમ, કોહલી બીજા, ગિલ ત્રીજા અને ઐયર 10મા ક્રમે છે. ઐયરે એક સ્થાન ગુમાવ્યું છે. કેએલ રાહુલને 2 સ્થાનનો ફાયદો થયો છે. તે 12મા નંબર પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો – કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર લગાવ્યો મેસેજ કરવાનો આરોપ

જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી ટોચ પર

ટી-20 રેન્કિંગમાં અભિષેક શર્મા 908 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચના ક્રમે છે. તિલક વર્મા 805 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 13મા ક્રમે છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં બોલરોના રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. મોહમ્મદ સિરાજ 12માં સ્થાને, રવિન્દ્ર જાડેજા 13માં અને કુલદીપ યાદવ 15માં ક્રમે છે. ટી-20 બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી ટોચના સ્થાને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *