Final Up to date:
દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે.
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના ચરણે શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. દ્વારકા નગરીમાં દરરોજ લોકોનું આવાગમન રહેતું હોય છે. તેમાં પણ પૂનમ, અમાસ ઉપરાંત કોઈ ધાર્મિક તહેવારો હોય ત્યારે ભક્તોની ભીડ વધી જતી હોય છે. ત્યારે આગામી પૂનમના દિવસે દ્વારકા જવાનું આયોજન હોય તો ખાસ જાણવું જરૂરી છે કારણ કે જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. પૂનમના દિવસે ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકા જગતમંદિર સાંજે બંધ રહેશે.
આગામી તા. 7 ને રવિવારના રોજ પૂનમ ઉપરાંત રવિવાર પણ સાથે હોવાથી વિશેષ ભીડ રહેશે. બીજી બાજુ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન ક્રમમાં બદલાવ કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા ભક્તોની હાજરીમાં આરતી કરવામાં આવશે. ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય મુજબ રહેશે. બીજી બાજુ બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે.

બપોરે મંદિર બંધ થયા બાદ સામાન્ય દિવસોમાં સાંજે મંદિર ખુલતું હોય છે પરંતુ આગામી તારીખ 7 ને રવિવારના રોજ સાંજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. જે બાદ તા. 8 ને સોમવારના રોજ નીચે મુજબ મંદિર દર્શન ખુલશે. તેમ વહીવટદાર કચેરી શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે જન્માષ્ટમી અને હોળી સહિતના તહેવારો દ્વારકાધીશ મંદિરમાં ખૂબ અલગ રીતે ઉજવાતા હોય છે. અસંખ્ય લોકો એમાં સહભાગી પણ બનતા હોય છે. તાજેતરમાં જ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લાખો ભક્તો દ્વારકાધીશના દર્શન કરી ધન્ય થયા હતા.
દ્વારકાધીશ મંદિરમાં હિન્દુ ધર્મના દરેક ધાર્મિક તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગઈકાલે રાધા અષ્ટમી નિમિત્તે ભગવાન દ્વારકાધીશને રાધાના શણગાર સજાવવામાં આવ્યા હતા. રાધાના શણગાર સજાવવામાં આવ્યા હતા. જેથી અખિલ બ્રહ્માંડના નાથનું મનમોહક રૂપ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ આ અલૌકિક દર્શનનો લાભ લીધો હતો.
Jamnagar,Gujarat
September 01, 2025 3:36 PM IST

