Final Up to date:
દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે.
અમદાવાદ : ભગવાન શ્રીકૃષ્ણના 5252મો જન્મોત્સવને લઈને અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ઉજવણી. હાલમાં અમદાવાદના કૃષ્ણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં રંગાયા છે અને ભગવાનને ખાસ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો છે. વરસાદી માહોલની વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છએ અને ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અહીં દર્શન કરી આરતી કરી.
હાલમાં દ્વારકામાં કૃષ્ણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં રંગાયા છે અને ભગવાનને ખાસ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો છે. વરસાદી માહોલની વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે અને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મૂળૂ બેરાએ દ્વારાકાધીશન જન્મોત્સવના દર્શનના કર્યા.
ડાકોર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, લોકો દૂર દૂરથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. હાલ વરસાદની સિઝન હોવાના કારણે લોકો ઓછા આવી રહ્યા છે. પરંતુ આ ઉત્સવ મનાવવા માટે અનેક શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે, કૃષ્ણ જન્મ અને મટકી ફોડનો ઉત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો છે. આ ઉપરાંત, વડોદરાથી ખાસ મંગાવેલા તાજા કેવડાના ફૂલોનો વિશેષ મુગટ તૈયાર કરવામાં આવ્યો, જે ભગવાનના શણગારને વધુ ભવ્ય બનાવે છે.
Ahmedabad,Gujarat
August 17, 2025 12:14 AM IST

