Air Fryer Cleansing Ideas : આજકાલ ઘરોમાં એર ફ્રાયરનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઓછા તેલની મદદથી ટૂંકા સમયમાં નાસ્તામાંથી અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકાય છે. જોકે સતત ઉપયોગને લીધે એર ફ્રાયરની અંદરના ભાગમાં ગંદકી, તેલ, ચીકાશ અને ખોરાકના સૂક્ષ્મ કણો જમા થાય છે. જેના કારણે તે ગંદું દેખાવવા લાગે છે અને તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.
જેના કારણે સમયાંતરે તેને સાફ કરવું જરૂરી છે. જો તમે પણ એર ફ્રાયરને સાફ કરવા માંગતા હોય તો તમે નીચે આપેલી રીત અપનાવી શકો છો. જે ચીકાશ અને ગંદકી સાફ કરવામાં મદદ કરી શકે છે.
એર ફ્રાયરને કેવી રીતે સાફ કરવું
એર ફ્રાયરને સાફ કરવા માટે સૌપ્રથમ તેની અંદરની ટ્રે ને કાઢી લો. જા એર ફ્રાયરનો હાલ ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે ઠંડુ થયા પછી જ તેને સાફ કરો. ચીકાશ દૂર કરવા માટે તેને પહેલા પેપર ટોવેલથી સાફ કરો. જો એર ફ્રાયર બાસ્કેટ પર તેલ અથવા ખોરાકના ડાઘ હોય તો પહેલા તેને નવશેકા પાણી અને થોડા લિક્વિડ ડિશવોશમાં પલાળી રાખો. આ પછી તેને નરમ સ્પોન્જની મદદથી સારી રીતે સાફ કરો. તેમાં નોન-સ્ટીક કોટિંગ હોય છે, જેના કારણે તેને સાફ કરવા માટે ક્યારેય રફ સ્ક્રબર અથવા હાર્ડ બ્રશનો ઉપયોદ ના કરવો જોઈએ.
ભીના કપડા વડે સાફ કરો
એર ફ્રાયરની અંદર જમા થયેલા તેલ અને ખોરાકની ગંદકીને સાફ કરવા માટે હળવા ભીના માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો. જો ક્યાંક વધુ ગંદકી એકઠી થઈ ગઈ હોય તો પછી ડાઘને સાફ કરવા માટે નરમ સ્પોન્જની મદદ લઈ શકો છો.
બહારના ભાગને કેવી રીતે સાફ કરવો
માત્ર અંદરની જ નહીં, પરંતુ એર ફ્રાયરની બહાર પણ ધૂળ અને આંગળીઓના નિશાન પડી શકે છે. આ કિસ્સામાં તેને સાફ કરવા માટે ભીના કાપડનો ઉપયોગ કરી શકાય છે. બહારની સપાટીને ભીના કપડા વડે સાફ કર્યા પછી, સૂકા કપડા વડે સારી રીતે સાફ કરો, જે પાણીના નિશાન ઘટાડી શકે છે.
વરસાદના માહોલમાં રાજસ્થાન પહોંચી જાવ, આ 7 સ્થળો પણ તમારું મન ફ્રેશ થઇ જશે
એર ફ્રાયર સંપૂર્ણપણે સૂકાઈ ના જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જો તમે એર ફ્રાયરને લાંબા સમય સુધી સાફ રાખવા માંગતા હો તો દરેક ઉપયોગ પછી ટ્રે અને બાસ્કેટને સાફ કરો.
