સુરતના જાણીતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી

સુરતના જાણીતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Breaking news
Breaking information

સુરત: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના જાણીતા બિલ્ડરે પોતાના નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બની છે. જ્યાં બિલ્ડર તુષાર ઘેલાણીએ રવિવારે પોતાના ઘરે પોતાની રિવોલ્વર વડે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર શહેરના બિલ્ડર લોબી અને ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *