સાબુદાણા અસલી છે કે નકલી? આવી રીતે કરો ચેક

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


નવરાત્રી શરુ થવાની તૈયારી છે. નવરાત્રીમાં લોકો ઉપવાસ કરે છે. લોકો ઉપવાસના દિવસોમાં ફરાળ કરે છે. જેમાં ફળોની સાથે સાબુદાણાની ઘણી વાનગીઓ ખાય છે. ખીચડી પણ ખાય છે. જોકે બજારમાં નકલી સાબુદાણા પણ આવે છે. સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય તે અમે જણાવીશું. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, ચાલો જાણીએ.

નકલી સાબુદાણા ખાવાથી તમે બીમાર પડી શકો છો

ઘણી વખત બજારમાંથી લોકો નકલી સાબુદાણાને પોતાના ઘરે લાવે છે. તમને જણાવી દઇએ કે નકલી સાબુદાણા બનાવવામાં કેલ્શિયમ સલફ્યુરિક એસિડ, સોડિયમ હાયપોક્લોરાઇટ, બ્લીચિંગ એજન્ટ, ફોસ્ફોરિક એસિડ સહિતના ઘણા કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ખાઇને તમે બીમાર પણ થઇ શકો છો.

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા?

તમે તેને પાણીમાં નાખી શકો છો. તેને પાણીમાં નાખ્યા બાદ તેમાં સ્ટાર્ચ દેખાવા લાગશે અને તે લીસ્સા થઈ જશે. બીજી તરફ જો સાબુદાણા નકલી હશે તો તે પાણીમાં તેવા ને તેવા જ રહેશે. જેવા પાણીમાં નાખ્યા પહેલા હતા. 

સાબુદાણા અસલી છે કે નકલી તે જોવા તમે તેને સળગાવીને પણ જોઇ શકો છો. જો સળગાવવા પર તે મોટા થઇ જા તો તે અસલી છે. જ્યારે નકલી સાબુદાણા સળગાવ્યા બાદ તે બળીને રાખ બની જશે.

અસલી સાબુદાણાને ઓળખવા માટે તમે તેને ચાવી શકો છો. જ્યારે ચાખો ત્યારે તેનો સ્વાદ તમને ચોખા જેવો લાગશે અને તે તમારા દાંત પર ચીકણું હોય તેવું લાગી શકે છે. જો સાબુદાણા નકલી હોય તો તે કિરકિરા જેવા લાગશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *