Share Market Information At this time HIghlight In Gujarati : શેરબજારમાં સાંકડી વધઘટે સુધારો યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 107 પોઇન્ટ વધીને 81107 અને નિફ્ટી 58 પોઇન્ટ સુધરીને 25044 બંધ થયા હતા. સેન્સેક્સ 81339 ઇન્ટ્રા ડે હાઇ થયો હતો. આજે BSEની માર્કેટકેપ ₹ 506.41 લાખ કરોડ થઇ હતી. બીએસઇ પર 2010 શેર વધીને જ્યારે 2422 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.
એશિયન બજારોમાં સુધારા વચ્ચે ભારતીય શેરબજારો વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. આજે સેન્સેક્સ 328 પોઇન્ટ વધીને 81,327 ખુલ્યો હતો. જો કે IT, FMCG અને ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી બજાર તૂટ્યું અને 81000 નીચે ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું હતું. તો NSE નિફ્ટી 90 પોઇન્ટ વધીને 25,076 ખુલ્યો હતો.
એશિયન બજારોમાં તેજી – જાપાન Nikkei 1800 પોઇન્ટ ઉછળ્યો, ક્રૂડ નરમ
એશિયન શેરબજારોમાં સાર્વત્રિક તેજીનો માહોલ હતો. અમેરિકાના શેરબજારમાં આવેલી તેજીએ એનવીડિયાના CEO જેનસેન હુઆંગ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ સંબંધિત ચિંતાઓ ઓછી કરી દીધી છે. આજે જાપાન Nikkei માર્કેટ 1800 પોઇન્ટ અને તાઇવાન બજાર 2350 પોઇન્ટ ઉછળ્યા હતા. તો સિંગાપુર બજાર 120 પોઇન્ટ અને Present Nifty ઇન્ડેક્સ 50 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.
આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડોલરની નીચે ઘટીને 97.42 ડોલર અને US WTI ક્રૂડ વાયદો 90 ડોલર નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. નોંધનિય છે કે, પાછલા અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ 16 ટકાથી વધારે તૂટ્યા છે.
-
Nov 09, 2026 16:58 IST
સરકારી કંપની IREDAનો શેર સતત 9માં દિવસે વધ્યો
સરકારી પાવર કંપની IREDAનો શેર સતત 9માં દિવસે 7.4 ટકા વધીને ₹ 120 બંધ થયો છે. છેલ્લા 10 માંથી 9 ટ્રેડિંગ સેશનમાં શેર 20 ટકા જેટલો વધ્યો છે. હાલ આ શેર 50 દિવસ અને 100 દિવસના DMA ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. હાલ શેર 200 DMA નજીક છે, જે મહત્વપૂર્ણ લેવલ છે. જાન્યુઆરી બાદ શેર ₹ 120.8 લેવલ ઉપર બંધ થયો નથી.
-
Nov 09, 2026 16:54 IST
SBI અઢી ટકા સુધર્યો, HCL તૂટ્યો
આજે સેન્સેક્સના 30 માંથી 12 બ્લુચીપ શેર વધીને બંધ થયા હતા. સેન્સેક્સના 5 ટોપ ગેઇનર સ્ટોકમાં એસબીઆઈ અઢી ટકા, ટ્રેન્ટ 2.1 ટકા, લાર્સન 2 ટકા, NTPC 1.6 ટકા, HDFC બેંક 1.5 ટકા વધીને બંધ થયા હતા. તો સૌથી વધારે ઘટેલા 5 શેરમાં HCL અઢી ટકા, ટાટા સ્ટીલ 2.5 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફાઈનાન્સ 2-2 ટકા અને ટેક મહિન્દ્રાનો શેર પોણા બે ટકા ઘટીને બંધ થયો હતો.
-
Nov 09, 2026 16:52 IST
સેન્સેક્સ 107 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25000 ઉપર બંધ
શેરબજારમાં સાંકડી વધઘટે સુધારો યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 107 પોઇન્ટ વધીને 81107 અને નિફ્ટી 58 પોઇન્ટ સુધરીને 25044 બંધ થયા હતા. સેન્સેક્સ 81339 ઇન્ટ્રા ડે હાઇ થયો હતો.
-
Nov 09, 2026 10:30 IST
સેન્સેક્સ ડે હાઇથી 600 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 નીચે
અમેરિકા અને ઇરાન દ્વારા સામસામે હુમલાની ધમકીથી શેરબજારમાં આરંભિક ઉછાળો ધોવાઇ ગયો અને ઇન્ટ્રા ડે હાઇથી સેન્સેક્સ 600 પોઇન્ટ જેટલો તૂટ્યો હતો. હાલ સેન્સેક્સ 275 પોઇન્ટ ઘટીને 80700 સુધી તૂટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 81 પોઇન્ટ ઘટીને 24900 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Nov 09, 2026 09:39 IST
એશિયન બજારોમાં તેજી, જાપાન Nikkei 1800 પોઇન્ટ ઉછળ્યો, ક્રૂડ નરમ
એશિયન શેરબજારોમાં સાર્વત્રિક તેજીનો માહોલ હતો. અમેરિકાના શેરબજારમાં આવેલી તેજીએ એનવીડિયાના CEO જેનસેન હુઆંગ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ સંબંધિત ચિંતાઓ ઓછી કરી દીધી છે. આજે જાપાન Nikkei માર્કેટ 1800 પોઇન્ટ અને તાઇવાન બજાર 2350 પોઇન્ટ ઉછળ્યા હતા. તો સિંગાપુર બજાર 120 પોઇન્ટ અને Present Nifty ઇન્ડેક્સ 50 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડોલરની નીચે ઘટીને 97.42 ડોલર અને US WTI ક્રૂડ વાયદો 90 ડોલર નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. નોંધનિય છે કે, પાછલા અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ 16 ટકાથી વધારે તૂટ્યા છે.
-
Nov 09, 2026 09:33 IST
સેન્સેક્સ 328 પોઇન્ટ વધીને ખુલ્યો, નિફ્ટી 25000 પાર
એશિયન બજારોમાં સુધારા વચ્ચે ભારતીય શેરબજારો વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. આજે સેન્સેક્સ 328 પોઇન્ટ વધીને 81,327 ખુલ્યો હતો. જો કે IT, FMCG અને ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી બજાર તૂટ્યું અને 81000 નીચે ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું હતું. તો NSE નિફ્ટી 90 પોઇન્ટ વધીને 25,076 ખુલ્યો હતો.
