શુભમન ગિલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Shubman Gill Information : ભારતીય કેપ્ટન શુભમન ગિલે વન-ડેમાં બીજી બેવડી સદી ફટકારી છે. ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન ડેમાં 133 બોલમાં 26 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 223 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 2023માં ન્યૂઝીલેન્ડ સામે 208 રન બનાવ્યા હતા. વન ડેમાં આ સૌથી ઝડપી બેવડી સદી છે. આ સાથે તેણે ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

વન-ડે ક્રિકેટમાં આ 13મી બેવડી સદી છે. વન ડે ઈન્ટરનેશનલ રન ચેઝમાં સૌથી મોટી ઈનિંગ રમનારો બેટ્સમેન પણ ગિલ બની ગયો છે. તેણે ગ્લેન મેક્સવેલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

વન-ડેમાં સૌથી ઝડપી બેવડી સદી

  • 117 બોલ: શુભમન ગિલ વિ વેસ્ટ ઇન્ડીઝ, ગુવાહાટી 2026
  • 126 બોલ: ઇશાન કિશન વિ બાંગ્લાદેશ, ચટ્ટોગ્રામ 2022
  • 128 બોલ: ગ્લેન મેક્સવેલ વિ અફઘાનિસ્તાન, વાનખેડે, 2023
  • 136 બોલ: પાથમ નિસાન્કા વિ અફઘાનિસ્તાન, પલ્લીકેલે, 2024
  • 138 બોલ : ક્રિસ ગેલ વિ ઝિમ્બાબ્વે, કેનબેરા 2015

વન-ડેમાં રન ચેઝમાં સૌથી મોટી ઇનિંગ

  • 223 રન : શુભમન ગિલ વિ વેસ્ટ ઇન્ડીઝ, ગુવાહાટી 2026
  • 201 રન : ગ્લેન મેક્સવેલ, વિ અફઘાનિસ્તાન, વાનખેડે 2023
  • 193 રન : ફખર ઝમાન વિ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ 2021
  • 185 રન : શેન વોટસન વિ બાંગ્લાદેશ, મીરપુર 2011
  • 183 રન: એમએસ ધોની વિ શ્રીલંકા, જયપુર 2005
  • 183 રન : વિરાટ કોહલી વિ પાકિસ્તાન, મીરપુર 2012

શુભમન ગિલ સૌથી ઝડપી 11 વન ડે સદી ફટકારનાર ભારતીય બન્યો

ગિલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ સિવાય દુનિયાભરના બેટ્સમેનોમાં શુભમન ગિલે સૌથી ઝડપી 11 વન ડે સદી ફટકારવાના મામલે બાબર આઝમ અને ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટોને પાછળ રાખી દીધા છે. ગિલે ફક્ત 68મી વન ડે ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. હાશિમ અમલા આ લિસ્ટમાં ટોપ પર છે, તેણે ફક્ત 64 ઇનિંગમાં 11 વન ડે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 82 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

સૌથી ઓછી ઇનિંગ્સમાં 11 વનડે સદી ફટકારનાર બેટ્સમેન

  • 64 ઇનિંગ્સ: હાશિમ અમલા
  • 65 ઇનિંગ્સ: ક્વિન્ટન ડી કોક
  • 68 ઇનિંગ્સ: શુભમન ગિલ
  • 71 ઇનિંગ્સ: બાબર આઝમ
  • 78 ઇનિંગ્સ: જોની બેયરસ્ટો
  • 82 ઇનિંગ્સ: વિરાટ કોહલી

ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ બીજી વન ડે લાઇવ અપડેટ્સ

ભારત માટે સૌથી ઝડપી વનડે સદી

  • 52 બોલ: વિરાટ કોહલી વિ ઓસ્ટ્રેલિયા, જયપુર 2013
  • 60 બોલ: વીરેન્દ્ર સેહવાગ વિ ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન 2009
  • 61 બોલ: વિરાટ કોહલી વિ ઓસ્ટ્રેલિયા, નાગપુર 2013
  • 62 બોલ: કેએલ રાહુલ વિ નેધરલેન્ડ્સ, બેંગલુરુ 2023
  • 62 બોલ: શુભમન ગિલ વિ વેસ્ટ ઇન્ડીઝ, ગુવાહાટી 2026

શુભમન વન ડેમાં એક કરતાં વધુ બેવડી સદી ફટકારનારો માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા માત્ર રોહિત શર્માએ જ આ સિદ્ધિ મેળવી છે. આ સિવાય સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, ઈશાન કિશન અને ક્રિસ ગેલ સહિત 8 બેટ્સમેનોએ વન-ડેમાં બેવડી સદી ફટકારી છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *