પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ પોતે તેમના X એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી હતી. પીએમ મોદીની પોસ્ટ કરીને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે થયેલી વાતચીતમાં વૈશ્વિક શાંતિની સાથે-સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વાતચીતમાં વેપાર, રક્ષા, ઊર્જા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પર ચર્ચા
પીએમ મોદીએ જણાવ્યું કે આ વાતચીતમાં અમે ગ્લોબલ શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે ચાલી રહેલા પ્રયાસો સહિત ઇન્ટરનેશનલ મુદ્દા ઉપર પણ પોતાના વિચાર શેર કર્યા હતા. તેમણે ઉમેર્યું કે આ વાતચીતમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
Had a productive dialog with President Trump. We reviewed our bilateral cooperation in commerce, defence, vitality, vital applied sciences and different areas. We agreed to take care of shut engagement to take our Complete World Strategic Partnership ahead.
We additionally exchanged…
— Narendra Modi (@narendramodi) September 30, 2026
આ સિવાય બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ડેવલેપમેન્ટ ઉપર પણ ચર્ચા કરી, જેમાં વૈશ્વિક શાંતિ અને સુરક્ષા વાતચીતનો મુખ્ય મુદ્દો રહ્યો. આ વાતચીતમાં બન્ને નેતા સંપર્કમાં રહેવા પર સહમત થયા છે.
કોકપીટમાં હિંસક ઝઘડો, ચીસો અને નીચે જતું વિમાન, દુબઈથી ઇઝરાયેલ જતા ફ્લાઇટમાં શું બન્યું?
આ વર્ષે ચોથી ફોન વાતચીત થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ વર્ષે આ ચોથી વખત ફોન પર વાતચીત થઇ છે. અગાઉ બંને નેતાઓ ત્રણ વખત વાત કરી ચૂક્યા છે. બન્ને વચ્ચે 2 ફેબ્રુઆરી, 24 માર્ચ અને 14 એપ્રિલના રોજ ફોન પર વાતચીત થઇ હતી.
