Final Up to date:
વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ ગઈ છે. ત્યારે એક યુવતીએ આ ટ્રેનમાં અંદર મુસાફરી કરીને તેનો એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સાથે જ યુઝર્સને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.
વંદે ભારત સ્લીપર શરૂ થયા બાદ હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો એક યુવતીએ અંદર મુસાફરી કરતા બનાવ્યો છે. જેમાં વંદે ભારત સ્લીપરમાં અંદરનો નજારો કેવો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અંદરથી જે પ્રમાણે કેબિન આપવામાં આવ્યા છે તે એકદમ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જેવા તમને લાગશે. વીડિયો જોઈને તમને નવાઈ જરૂર લાગશે કે ભારતમાં હવે આવી ટ્રેનો શરૂ થઈ ગઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં યુવતી કામળાના વખાણ કરે છે. તે કામળો બતાવતા જણાવે છે કે આના પર ભારતીય રેલવેનો ટેગ પણ લાગેલો છે અને આ બિલકુલ નવો લાગી રહ્યો છે. કવરનો રંગ, ડિઝાઈન અને સફાઈ જોઈને તે કહે છે કે કદાચ મુસાફરોએ આવા કામળા પહેલા નહીં જોયા હોય. યુવતીએ જણાવ્યું કે રેલવે દરેક નાની વસ્તુઓનું ધ્યાન આપી રહી છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @Alpakanya નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ભારતીય રેલવેમાં થઈ રહેલા બદલાવના વખાણ કરવામાં આવ્યા છે. 1 મિનિટ 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો એ વાત દર્શાવે છે કે ભારતીય રેલવે હવે આગળ વધી રહ્યું છે.
Have a look at the model new covers and blankets supplied within the 2AC cabin of Vande Bharat sleeper practice. What a tremendous facelift for Indian Railways beneath PM Modi and BJP. The facility of your 1 treasured vote! pic.twitter.com/8MFHQWBCd0
— Alpakanya (@Alpakanya) January 19, 2026
ઉલ્લેખનીય છે કે વીડિયોમાં યુવતી મુસાફરોને ખાસ અપીલ કરે છે કે આટલી સારી સુવિધાઓ આપવામાં આવી છે તો લોકોએ સિવિક સેન્સ રાખવી પણ જરૂરી છે. આ ટ્રેનમાં સાફ સફાઈ રાખવી મુસાફરોની જવાબદારી છે. જેથી વંદે ભારત સ્લીપર ટ્રેન હંમેશા આવી બનેલી રહે.

