ભગવાનનું ચિત્ર ફાડનાર ચોર 3 કલાકમાં ઝડપાયો

ભગવાનનું ચિત્ર ફાડનાર ચોર 3 કલાકમાં ઝડપાયો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



સુરતના વરાછામાં એક જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં ચોરી કરનાર ચોર માત્ર 3 કલાકમાં પોલીસના હાથે ઝડપાયો. ચોર બેડરૂમ સુધી તો પહોંચી ગયો પણ એક સ્માર્ટફોને તેની તમામ હોશિયારી પર પાણી ફેરવી દીધું. વરાછામાં રહેતા ઉદ્યોગપતિના ઘરે મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો. ચોરે આરામથી બેડરૂમમાં પલંગ પર બેસીને ચોરીને અંજામ આપ્યો. ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું અને રોકડ, દાગીના સહિત લાખોનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયો. જોકે, ઉદ્યોગપતિના સ્માર્ટફોને પોલીસ માટે બાતમીદારનું કામ કર્યું. વરાછા પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું અને માત્ર 3 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. સવારે 8 વાગ્યે ચોરીની જાણ થઈ અને સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. પોલીસે આરોપી પાસેથી 16.40 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *