Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને ટોફી આપવા બદલ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડા પ્રધાન ઇટાલીમાં ટોફી વહેંચી રહ્યા છે, આ નેતૃત્વ નહીં નૌટંકી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આર્થિક તોફાન માથા પર છે અને આપણા વડા પ્રધાન ઇટાલીમાં ટોફી વહેંચી રહ્યા છે! ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ બધા રડી રહ્યા છે, પીએમ હસીને રીલ બનાવી રહ્યા છે અને ભાજપના લોકો તાળીઓ પાડી રહ્યા છે. આ નેતૃત્વ નથી, આ નૌટંકી છે.
પીએમની ખાસ ભેટ અને રાજકારણ
જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીના પ્રવાસે છે જ્યાં તે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. ત્યાં પીએમ મોદીએ મેલોનીને ભેટ તરીકે મેલોડી ટોફીનું પેકેટ આપ્યું હતું. તે ગિફ્ટનો વીડિયો ખુદ ઇટાલીના વડા પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તે વીડિયો ઝડપથી વાયરલ થયો હતો અને તેની ચર્ચા ચારે બાજુ થઈ હતી. કોંગ્રેસના ઘણા નેતાઓએ તે વીડિયો દ્વારા પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા.
પીએમ મેલોડી ખાવામાં વ્યસ્ત : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ અમેઠીથી પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો. મેલોડી વીડિયો અંગે તેમણે કહ્યું કે દેશના યુવાનો ડિપ્રેશનમાં છે, નીટ પેપર રદ કરવામાં આવ્યું છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. તેમ છતાં દેશના વડા પ્રધાન મેલોડી ખાવામાં વ્યસ્ત છે. આ દેશની વાસ્તવિક હાલત છે.
આ પહેલા રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદનમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ગદ્દાર ગણાવ્યા હતા. રાયબરેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભાજપ-આરએસએસના લોકો તમારી સામે આવે અને નરેન્દ્ર મોદી-અમિત શાહની વાત કરે છે તો તમે તેમને ખુલ્લેઆમ કહો કે નરેન્દ્ર મોદી-અમિત શાહ ગદ્દાર છે. ભાજપ-આરએસએસ ગદ્દાર છે, કારણ કે તમે સાથે મળીને દેશને વેચવાનું કામ કર્યું છે. ભાજપ-આરએસએસએ બંધારણ પર, વીરા પાસીજી, ગાંધીજી અને આંબેડકરજી પર હુમલો કર્યો છે.
પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી ‘Melodi’ ચોકલેટ? Parle એ આપી પ્રતિક્રિયા
નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક વ્યવસ્થાને વેચી દીધી – રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક વ્યવસ્થાને વેચી દીધી છે. હવે આર્થિક તોફાન આવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી અને ભારત સરકાર તમને બચાવી શકશે નહીં. તેઓ તમને કહેશે, રડશે અને કહેશે કે એમાં મારો વાંક નથી. હું તમને કહી રહ્યો છું કે દોષ માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસનો છે કારણ કે તેમણે તેને (બંધારણ) ખતમ કરી દીધું છે.
