NEET UG 2026 પેપર લીક કાંડ: વોટ્સએપ ગ્રુપથી લઈને નાસિક કનેક્શન સુધી, જાણો કેવી રીતે 150 પાનાની pdf ફાઈલે દેશના શિક્ષણ જગતને હચમચાવ્યું

NEET UG 2026 પેપર લીક કાંડ: વોટ્સએપ ગ્રુપથી લઈને નાસિક કનેક્શન સુધી, જાણો કેવી રીતે 150 પાનાની pdf ફાઈલે દેશના શિક્ષણ જગતને હચમચાવ્યું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


NEET UG 2026 Paper Leak Rip-off: નીટ યૂજી 2026 પરીક્ષા પેપર લીક કૌભાંડ મામલે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2026 પરીક્ષા રદ થવા પાછળનું સત્ય હવે એક મોટા આંતરરાજ્ય કૌભાંડ તરીકે ખુલી રહ્યું છે. જેની શરૂઆત વોટ્સએપ પરના એક સામાન્ય ‘ફોરવર્ડેડ મેસેજ’થી થઈ હતી, જેમાં લાખો રુપિયાનો વેપલો થયો હોવાનો અને ઘણા લોકોની સંડોવણી બહાર આવી રહી છે. આ મામલે સીબીઆઈ (CBI) તપાસ કરી રહી છે. 

એસઓજી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેરળમાં અભ્યાસ કરતા રાજસ્થાનના શેખાવતી ક્ષેત્રના એક એમબીબીએસ વિદ્યાર્થીએ પરીક્ષા પહેલા તેના પિતાને પેપર મોકલ્યો હતો. તેના પિતા શેખાવતીમાં પેઇંગ-ગેસ્ટ (પીજી) આવાસ ચલાવે છે. પાછળથી પેપર વધુ શેર કરવામાં આવ્યું હતું અને લીક ઝડપથી ફેલાયો હતો.

એસઓજીના ઇન્સ્પેક્ટર જનરલ અજયપાલ લાંબાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 150 થી વધુ ઉમેદવારો, તેમના મિત્રો અને વાલીઓની પૂછપરછ કરવામાં આવી છે. એસઓજીએ 150 વિદ્યાર્થીઓ અને 70 જેટલા વાલીઓની સૂચિ પણ સીબીઆઈને સોંપી છે, જેમણે કથિત રીતે પેપર મેળવ્યું હતું. આ સિવાય લગભગ બે ડઝન જેટલા મુખ્ય શંકાસ્પદોને પણ સીબીઆઈને સોંપવામાં આવ્યા છે.

લાંબાએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ મૂળ પ્રશ્નપત્ર “અનુમાન પેપર” હોવાનો ઢોંગ કરીને વેચવાનું ષડયંત્ર રચ્યું હતું. “ઘણા લોકોની પૂછપરછમાં એક સંગઠિત ગેંગ તરફ ઇશારો થયો છે. હવે સીબીઆઈ આ તમામ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. ’

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે રાજસ્થાનને આ કેસનું કેન્દ્ર ગણાવવું ખોટું છે. તેમના જણાવ્યા મુજબ આ પીડીએફ અન્ય રાજ્યો થઈને રાજસ્થાન પહોંચ્યું હતું. રાજસ્થાન આવતા પહેલા તે ગુરુગ્રામ નજીક એક વ્યક્તિ સુધી પહોંચી હતી. “તે રાજસ્થાનથી શરૂ થયું નથી. ”

તે જ સમયે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે રાજસ્થાનની ગેંગ સાથે હજી સુધી કોઈ સંબંધ મળ્યો નથી, જેમના નામ અગાઉ રાજ્યના અન્ય પેપર લીક કેસોમાં સામે આવ્યા હતા.

પ્રાઇવેટ માફિયા’ વોટ્સએપ ગ્રુપ

રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની તપાસમાં ખુલાસો થયો છે કે આ પેપર લીક કરવા માટે ‘પ્રાઇવેટ માફિયા’ નામનું એક ગુપ્ત વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જે આખા રેકેટમાં મહત્વની કડી છે.

આ ગ્રુપમાં જોડાવા માટે ઉમેદવારો અને વાલીઓએ ₹ 5000 થી લઈને મોટી રકમ ચૂકવી હતી. ગ્રુપ એડમિને પેપર આગળ શેર ન કરવાની કડક સૂચના આપી હતી, છતાં ‘ઘણી વખત ફોરવર્ડ’ (Forwarded many occasions) થયેલો આ મેસેજ ઝડપથી વાયરલ થઈ ગયો હતો.

નાસિકથી શરૂ થયું ‘લિન્ક’ કનેક્શન

NEET UG 2026 પરીક્ષા પેપર લીક કૌભાંડની તપાસનો રેલો મહારાષ્ટ્રના નાસિક સુધી પહોંચ્યો છે. નાસિક પોલીસે 30 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ શુભમ ખૈરનારની અટકાયત કરી છે. 

  • ઓળખ છુપાવવા વાળ કપાવ્યા: ધરપકડથી બચવા શુભમે પોતાના વાળ કાપી નાખ્યા હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સને કારણે તે પકડાઈ ગયો.
  • કરોડોનો વેપાર: શંકા છે કે શુભમે આ પેપર ₹ 10 લાખમાં ખરીદ્યું હતું અને આગળ ₹ 15 લાખમાં વેચ્યું હતું. તેણે આ પેપર પુણેના એક સહયોગી પાસેથી હાર્ડ કોપીમાં મેળવ્યું હતું, જેની તેણે સોફ્ટ કોપી બનાવી વાયરલ કરી હતી.

‘ગેસ પેપર’ના નામે થયો વેપલો

તપાસમાં બહાર આવ્યું છે કે આ પેપરને ‘અનુમાન પેપર’ (Guess Paper) તરીકે વેચવામાં આવતું હતું. એસઓજીના એડીજી વિશાલ બંસલના જણાવ્યા મુજબ, આ 150 પૃષ્ઠોની પીડીએફ ફાઈલમાં 400 થી વધુ પ્રશ્નો હતા, જેમાંથી 120 પ્રશ્નો મૂળ પરીક્ષામાં બેઠા પૂછાયા હતા. આ પેપર પરીક્ષાના એક મહિના પહેલા જ ઘણા વિદ્યાર્થીઓ પાસે ઉપલબ્ધ હતું.

વ્હિસલ બ્લોઅર જ શંકાના દાયરામાં?

આ કેસમાં એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે એનટીએ (NTA) ને ફરિયાદ કરનાર વ્હિસલ બ્લોઅરની જ તપાસ શરૂ થઈ. તપાસ એજન્સીઓને શંકા છે કે તેણે પણ પેપર મેળવ્યું હતું અને જ્યારે લીક વ્યાપક બન્યું ત્યારે ધરપકડથી બચવા માટે તેણે સામે ચાલીને ફરિયાદ કરી હતી.

કરિયર વિશેના મહત્વના આ લેખ પણ વાંચો

આંતરરાજ્ય નેટવર્ક: કેરળથી જમ્મુ-કાશ્મીર સુધી

આ પેપર માત્ર રાજસ્થાન પૂરતું મર્યાદિત નહોતું. નાસિકથી નીકળેલું પેપર ગુરુગ્રામ થઈને રાજસ્થાન, કેરળ, બિહાર, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સુધી પહોંચ્યું હતું. રાજસ્થાનના સીકરમાં એક પીજી (PG) ચલાવતા પિતાને તેના કેરળમાં ભણતા પુત્રએ પેપર મોકલ્યું હોવાનું પણ સામે આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *