Maruti Suzuki Flex Gasoline Automotive Launch In India : મારૂતિ સુઝુકીએ ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર લોન્ચ કરી છે. કેન્દ્રીય રોડ મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરમાં મારૂતિ સુઝુકી WagonR ફ્લેક્સ ફ્યુઅલ કાર રજૂ કરવામાં આવી છે. એવો દાવા કરવામાં આવે છે કે, ફ્લેક્સ ફ્યુઅલ ભારતની ક્રૂડ ઓઇલની આયાત નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે સાથે સાથ પર્યાવરણને પણ પ્રદૂષણથી બચાવશે.
મારૂતિ સુઝુકીની WagonR ફ્લેક્સ ફ્યૂઅલ કાર
મારૂતિ સુઝુકીએ પોતાની પ્રથમ ફ્લેક્સ ફ્યૂઅલ કાર WagonR મોડલમાં લોન્ચ કરી છે. ઉલ્લેખનિય છે કે, મારૂતિ સુઝુકીએ ભારત મોબોલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં વેગનઆર અને Fronx કારના ફ્લેક્સ ફ્યૂઅલ કોન્સેપ્ટ મોડલ પ્રદર્શિત કર્યા હતા, જે E100 એટલે કે 100 ટકા ઇથેનોલથી ચાલવામાં સક્ષમ છે.
ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી શું છે?
ફ્લેક્સ ફ્યૂઅલનો સીધો અર્થ છે ફ્લેક્સિબલ ફ્યૂઅલ. આ એક એવી ટેકનોલોજી છે, જે કારના એન્જિનને એક થી વધુ પ્રકારના ઇંધણ પર ચલાવવાની મંજૂરી આપી છે. સામાન્ય રીતે પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. આ કારની સૌથી મોટી ખાસ એ હોય છે કે, તેને સામાન્ય પેટ્રોલથી પણ ચલાવી શકાય છે, અને તેને E85 એટલે કે 85 ટકા ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી પણ ચાલે છે.
મારૂતિ સુઝુકીએ સ્પષ્ટતા કરી કે, કંપની કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે મલ્ટી પાથવે પર કામ કરી રહી છે. તેમા ઇલેક્ટ્રિક વાહન (EV), સ્ટ્રોંગ હાઇબ્રિડ, CNG અને ફ્લેક્સ ફ્યૂઅલ જેવી ટેકનોલોજીનો સમાવેશ કરાયો છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાના એમડી અને સીઇઓ હિસાશી તાકેઉચી એ કોમ્પ્રેસ્ડ બાયોગેસ(CBG) ને કાર્બન ન્યૂટ્રલ મોબિલિટીનું અસરકારક માધ્યમ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કંપની નવ CBG પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના પર કામગીરી કરી છે, જેમાથી બે પ્લાન્ટ હાલ કાર્યરત છે.
📍 New Delhi
Launched India’s Flex-Gasoline Automotive by Maruti Suzuki in New Delhi together with Union Minister Shri @HardeepSPuri Ji.
Congratulations to the complete crew on this exceptional and forward-looking achievement. This milestone reinforces the imaginative and prescient of Prime Minister Shri… pic.twitter.com/r6UgSURqFM
— Nitin Gadkari (@nitin_gadkari) June 4, 2026
દેશની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ બાઇક લોન્ચ, જાણો કિંમત અને એન્જિન માઇલેજ
હોરો મોટોકોર્પ કંપનીએ ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ બાઇક સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડિલક્સ લોન્ચ કરી છે. આ બંને બાઇક 85 ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલથી ચાલી શકે છે. આ બાઇકનું એન્જિન 100 સીસી ક્ષમતા ધરાવે છે. આ બંને બાઇક 97.2 સીસીનું એન્જિન આવે છે, જે E85 સુધીના ઇથેનોલ મિક્સ પેટ્રોલ પર ચાલવામાં સક્ષમ છે. હીરો ફ્લેક્સ ફ્યુઅલ બાઇકની કિંમત, એન્જિન માઇલેજ રેન્જ અને ખાસિયત જાણવા ક્લિક કરો.
