કેન્સર વિજ્ઞાનમાં મોટો ચમત્કાર: સ્વાદુપિંડનું કેન્સર વધતું અટકાવવા શોધાઇ નવી દવા, દર્દીઓનું આયુષ્ય બમણું થશે!

કેન્સર વિજ્ઞાનમાં મોટો ચમત્કાર: સ્વાદુપિંડનું કેન્સર વધતું અટકાવવા શોધાઇ નવી દવા, દર્દીઓનું આયુષ્ય બમણું થશે!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


અમેરિકાના શિકાગોમાં તાજેતરમાં યોજાયેલ અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી (ASCO) ની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલા એક આંતરરાષ્ટ્રીય પરીક્ષણના પરિણામોએ તબીબી જગતમાં ભારે આશા જગાવી છે. સૌથી ઘાતક ગણાતા સ્વાદુપિંડના કેન્સર (Pancreatic Most cancers) માટે ‘ડારાક્ઝોનરાસિબ’ (Daraxonrasib) નામની એક નવી પ્રાયોગિક ઓરલ પિલ (ગળી શકાય તેવી ગોળી) ની શોધ થઈ છે. જેમાં એવો દાવો કરાયો કે આ ગોળી દર્દીઓનું આયુષ્ય બમણું કરી શકે છે.

મુંબઈના પ્રખ્યાત ટાટા મેમોરિયલ સેન્ટરના કેન્સર નિષ્ણાત પ્રોફેસર અનંત રામાસ્વામીના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ દાયકાથી સ્વાદુપિંડના કેન્સર પીડિત દર્દીઓનું સરેરાશ આયુષ્ય માંડ 9 થી 12 મહિના જ રહ્યું છે. તેવામાં આ નવી શોધ ઓન્કોલોજિસ્ટ્સ અને દર્દીઓ માટે બહુ મોટા સમાચાર છે.

સ્વાદુપિંડનું કેન્સર (Pancreatic Most cancers) કેટલું ઘાતક છે?

કેન્સરના તમામ પ્રકારોમાં સ્વાદુપિંડનું કેન્સર સૌથી જટિલ અને જીવલેણ માનવામાં આવે છે. આ પાછળ ત્રણ મુખ્ય કારણો છે. 

  • મોડું નિદાન: 70% થી 90% દર્દીઓમાં આ કેન્સરનું નિદાન ત્યારે જ થાય છે જ્યારે તે છેલ્લા અને એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયું હોય.
  • દવાની નિષ્ફળતા: અન્ય કેન્સરમાં જે ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ દવાઓ અસરકારક સાબિત થાય છે, તે રીતે સ્વાદુપિંડના કેન્સરમાં ખાસ અસર કરી શકતી નથી.
  • અભેદ્ય દીવાલ (Stroma): આ કેન્સરમાં ટ્યુમર (ગાંઠ) ની આસપાસ આવેલી પેશીઓ (જેને સ્ટ્રોમા કહેવાય છે) એટલી સખત અને પ્રતિકારક હોય છે કે ઉપલબ્ધ સારવાર તેને ભેદી શકતી નથી.

આ નવી દવા ‘ડારાક્ઝોનરાસિબ’ ખાસ કેમ છે?

આ દવા એટલા માટે વિશેષ છે કારણ કે તે કેન્સર ફેલાવતા KRAS જીન મ્યુટેશન (જનીન પરિવર્તન) ને સીધું ટાર્ગેટ કરે છે. વૈજ્ઞાનિકો આ જીનને બ્લોક કરવા માટે દાયકાઓથી મહેનત કરી રહ્યા હતા.

દવા કેવી રીતે કામ કરે છે?

માનવ શરીરમાં જ્યારે ‘KRAS’ જીન મ્યુટેટ ખરાબ થાય છે, ત્યારે તે સતત ‘ON’ મોડમાં આવી જાય છે અને સામાન્ય કોષોને કેન્સરના કોષોમાં બદલી નાખે છે. ડારાક્ઝોનરાસિબ આ ખરાબ જીનને કોષની અંદર જઈને જ લોક (બંધ) કરી દે છે, જેથી કેન્સરના કોષો વધતા અટકી જાય છે.

આ દવાથી કોને ફાયદો થશે અને તે કેટલી કારગત છે?

આ નવી દવાના સંશોધનને પગલે કરાયેલા દાવા જોતાં તે અસરકારક દેખાય છે. કેન્સરની કેટેગરીની દુનિયાની પહેલી એવી દવા છે જેણે આવા અદ્ભુત પરિણામો આપ્યા છે.

કોને ફાયદો થશે?: હાલના તબક્કે આ દવા એવા દર્દીઓ માટે રામબાણ સાબિત થશે જેઓ અગાઉ કીમોથેરાપી લઈ ચૂક્યા છે અને તેમ છતાં તેમનું કેન્સર સતત વધી રહ્યું છે.

કેટલી કારગત?: આંતરરાષ્ટ્રીય પરીક્ષણો (Trials) માં જાણવા મળ્યું છે કે દિવસમાં એકવાર લેવાની આ ગોળીએ એડવાન્સ સ્ટેજના દર્દીઓનો જીવિત રહેવાનો સમયગાળો (Survival Time) લગભગ બમણો કરી દીધો છે.

કેવા પરીક્ષણો થયા અને ભવિષ્યમાં શું સુધારો આવશે?

આ દવા પર મોટા પાયે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લિનિકલ ટ્રાયલ્સ (માનવ પરીક્ષણો) કરવામાં આવ્યા છે.

ભવિષ્યની આશા: હાલ આ પ્રયોગ પ્રી-ટ્રીટેડ (જેમની સારવાર થઈ ચૂકી હોય તેવા) દર્દીઓ પર થયો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો એવા દર્દીઓ પર પરીક્ષણ કરી રહ્યા છે જેમને હજુ સુધી કોઈ સારવાર નથી મળી (Therapy-naïve). નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં આ દવા સ્વાદુપિંડના કેન્સરની શરૂઆતના સ્ટેજમાં તેમજ અન્ય પ્રકારના કેન્સરમાં પણ ખૂબ મોટો સુધારો લાવશે.

આ પણ વાંચો । Stomach Cancer: પાચન સંબંધિત આ 7 સમસ્યા હોઇ શકે છે પેટના કેન્સરના લક્ષણ?

જાણવા જેવા FAQs

સવાલ: હાલની સામાન્ય સારવાર (કીમોથેરાપી) અને આ નવી દવામાં શું તફાવત છે?

જવાબ: આ દવા પ્રિસિઝન ઓન્કોલોજી (ચોક્કસ નિશાન સાધતી સારવાર) નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે કીમોથેરાપીની જેમ આખા શરીરના સારા કોષોને નુકસાન પહોંચાડવાને બદલે માત્ર કેન્સર ફેલાવતા ‘RAS’ પ્રોટીનની પ્રવૃત્તિને જ સફળતાપૂર્વક દબાવી દે છે.

સવાલ: શું આ ઓરલ પિલ (ગોળી) હોવાથી તેની કોઈ આડઅસરો (Aspect-effects) છે?

જવાબ: ભલે આ મોં દ્વારા લેવાતી ગોળી છે, પણ તેની આડઅસરો પણ કીમોથેરાપી જેટલી જ નોંધપાત્ર જોવા મળી છે. પરીક્ષણ દરમિયાન દર્દીઓમાં ત્વચા પર ફોડલીઓ (Pores and skin Rash), ઝાડા થવા, મોઢામાં ચાંદા પડવા, ઉલટી કે ઉબકા આવવા, ભારે થાક લાગવો અને હિમોગ્લોબિન ઓછું થવું જેવી આડઅસરો જોવા મળી હતી. આ કારણે ત્રીજા ભાગના (આશરે 33%) દર્દીઓમાં દવાનો ડોઝ ઓછો કરવો પડ્યો હતો.

સવાલ: જો આડઅસરો વધુ હોય, તો ડોક્ટરો તેનો ઉપયોગ કેવી રીતે કરશે?

જવાબ: આ એક બિલકુલ નવી કેટેગરીની દવા છે. પ્રોફેસર રામાસ્વામીના જણાવ્યા મુજબ, જેમ જેમ દુનિયાભરના કેન્સર નિષ્ણાતો અને ફિઝિશિયનો આ દવાનો નિયમિત ઉપયોગ કરતા થશે, તેમ તેમ તેઓ આડઅસરોને નિયંત્રિત કરવાની અને દર્દીને રાહત આપવાની રીતો પણ ધીમે-ધીમે શીખી જશે.

સાવધાન! કેન્સરની નકલી દવા વેચવાનો મોટા રેકેટનો પર્દાફાશ, વાંચો એક્સપ્રેસ એક્સક્લુઝિવ રિપોર્ટ

(ડિસ્ક્લેમર : સ્વાદુપિંડનું કેન્સર માટે શોધાયેલ આ દવા વિશેની આ માહિતી ASCO ની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલા પરીક્ષણ દાવાને આધારે અહીં આપવામાં આવી છે. કોઇ પણ દવા લેતા પહેલા યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જરુરી છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *