વડોદરામાં પુત્ર-પુત્રી સાથે માતાએ કરી આત્મહત્યા, શું હતું કારણ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


vadodara mass suicide case: વડોદારમાં એક કરુણ ઘટના બનવા પામી છે. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વડોદરામાં આયુર્વેદીક હોસ્પિટલમાં પાર્ટનર માતાએ પોતાના બે બાળકો સાથે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં રહેતા 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે જીવન ટૂંકાવ્યું હતું. 

કામવાળા બેને ખખડાવવા છતાં ઘર ન ખોલતા તેમણે મૃતક આરતીબેનના પાર્ટનરને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જોકે મૃતક આરતીબેન સોનીના પતિનું એક વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.

‘ઝેપ્સ હેલ્થ કેર’ નામની આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરી હતી

મૃતક સોની પરિવાર સાથે વ્યાપારી ભાગીદારી ધરાવતા કેતન શાહના જણાવ્યા પ્રમાણએ તેઓ વ્યવસાયે સોના-ચાંદીના વેપારી છે અને છેલ્લા 12-13 વર્ષથી આ પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતા હતા. તેમણે દોઢ-બે વર્ષ પહેલાં સ્વ. ચેતનભાઈ સાથે મળીને ઓલ્ડ પાદરા રોડ ખાતે ‘ઝેપ્સ હેલ્થ કેર’ નામની આયુર્વેદિક હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ ફર્મ તરીકે શરૂ કરી હતી.

મૃતક પરિવાર હોસ્પિટલ સંભાળતા હતા 

ચેતનભાઈના નિધન બાદ પુત્ર નીલકંઠ, માતા આરતીબેન અને પુત્રી જેની સોની હોસ્પિટલનું સમગ્ર સંચાલન સંભાળતાં હતાં. હોસ્પિટલમાં તમામ રોકાણ કેતનભાઈનું હતું, જ્યારે હિસાબ-કિતાબ અને સંચાલન આ ત્રણેય સભ્યો કરતા હતા અને તેમની વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ કે આર્થિક વિવાદ કે મનદુઃખ નહોતું.
 
આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી આ સામૂહિક આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ આરતીબેન સોની, તેમના પુત્ર નીલકંઠ અને પુત્રી એમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ જગ્યાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 

આ પણ વાંચોઃ- સુરતના ભાજપ કોર્પોરેટર ઉર્વશી પટેલના નિવેદનથી વિવાદ

હાલ ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે સઘન સર્ચ કરી, પરિવારજનો તેમજ નિકટના સંપર્કોની પૂછપરછ હાથ ધરીને એડી (અકસ્માતે મોત) નોંધી આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *