અમદાવાદ આજે બપોરે 2.30 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે, બોડકદેવ, રાણીપ, નારણપુરા સહિત ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યાં જ શહેર આખાની માથે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અમદાવાદમાં બપોરના સમયે પણ સાંજ જેવો નજારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહીના પગલે મોટા ભાગના લોકો પોતાના ઘરમાં હોવાથી ટ્રાફિકજામની મોટી સમસ્યા જોવા મળી રહી નથી.
તમને જણાવી દઈએ કે, પૂર અને ભારે વરસાદની ચેતવણી વચ્ચે ગુજરાતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. સંવેદનશીલ વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમો, NDRF અને SDRF કર્મચારીઓ, ફાયર બ્રિગેડ યુનિટ, પાણી કાઢવાના પંપ, માટીકામ કરનારા મશીનો અને બોટ તૈનાત કરવામાં આવી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/31/ahmedabad-afternoon-torrential-rain-2026-07-31-14-53-37.jpg)
જાહેર સલામતી માટે આશ્રયસ્થાનો તૈયાર
પૂરગ્રસ્ત ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં નજીકથી નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે ટીમોને એલર્ટ પર રાખી છે અને કામચલાઉ આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આવશ્યક દવાઓ, ખાદ્ય પેકેટ અને પીવાના પાણીનો સંગ્રહ કર્યો છે, જ્યારે હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે.
પ્રશાસનની જનતાને અપીલ
નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદીઓ અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા અને સરકારી સલાહનું કડક પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) જયંતિ રવિએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં જિલ્લા નિયંત્રણ રૂમ દ્વારા ચોવીસ કલાક દેખરેખ રાખવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
🚨 ફાઇનલી “અમદાવાદ” શહેરમાં 31 તારીખની આગાહી નો પહેલો વરસાદ શરૂ થયો…🤩⚡🌨️ pic.twitter.com/fB7dmROj8F
— Kaju कसाटा, /શનિ 🪐 (@kaaju_boy9081) July 31, 2026
અમદાવાદ મહાનગરપાલિકાની નગરજનોને અપીલ
શહેરમાં સતત તથા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને નીચે મુજબની સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.
- ભારે વરસાદ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો.
- પાણી ભરાયેલા રસ્તાઓ, અન્ડરપાસ, નદી-નાળા, તળાવ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું ટાળો.
- જર્જરિત અથવા ભયજનક મકાનો, દિવાલો, હોર્ડિંગ્સ, ઝાડ તથા અન્ય જોખમી સ્થળોની નજીક ઊભા ન રહો અને ત્યાંથી દૂર રહો.
- વીજળીના ખુલ્લા વાયર, વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર અથવા પાણીમાં ડૂબેલા વિદ્યુત ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવો. આવી કોઈ જોખમી સ્થિતિ જણાય તો તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરો.
- વાહન ચલાવતી વખતે ધીમી ગતિ રાખો, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને પાણી ભરાયેલા માર્ગોમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરો.
- બાળકો, વૃદ્ધો, દિવ્યાંગ વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી રાખો અને તેમને બિનજરૂરી બહાર જવા ન દો.
- વરસાદ દરમિયાન મોબાઇલ ફોન ચાર્જ રાખો, જરૂરી દવાઓ, પીવાનું પાણી, ટોર્ચ, બેટરી અને અન્ય આવશ્યક વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખો.
- તોફાની પવન અને વરસાદ દરમિયાન ઘરની બારીઓ, દરવાજા તથા છત પર રાખેલી ઢીલી વસ્તુઓને સુરક્ષિત કરો.
