
જીવનશૈલી | રેસીપી | ચોમાસુ હવે શરૂ થઇ ગયું છે, ગુજરાત રાજ્યના ઘણા તાલુકામાં વરસાદ પડ્યો છે, ત્યારે આ ઠંડા માહોલમાં ભજીયા ખાવાની મજા અલગ છે, તેના વગર આ સીઝન અધૂરી છે, જો તમે બટાકા, ડુંગળી અને દાળવડાની કંઈક અલગ ખાવા ઈચ્છો છો, આ રેસીપી ટ્રાય કરો.
ક્રિસ્પી બંગાળી સ્ટાઇલના રીંગણના ભજીયા એક મજેદાર નાસ્તો છે જે તમે ચા અથવા દહીં કે સોસ સાથે લઇ શકો છો. રીંગણના ટુકડાને મસાલાવાળા બેસનના બેટરમાં કોટેડ કરીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને બનાવવામાં આવે છે. અહીં જાણો સરળ રેસીપી ક્રિસ્પી બંગાળી સ્ટાઇલ રીંગણના ભજીયાની રેસીપી
રીંગણના ભજીયા રેસીપી
સામગ્રી
- 1 મોટો રીંગણ (મોટા ટુકડામાં કાપેલો)
- મીઠું (સ્વાદ મુજબ)
- ½ ચમચી હળદર પાવડર
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 કપ બેસન (ચણાનો લોટ)
- પાણી (સરળ બેટર બનાવવા માટે)
- તળવા માટે તેલ
રીંગણના ભજીયા બનાવવાની રીત
સૌ પ્રથમ રીંગણને મોટા ગોળ ટુકડામાં કાપો, સ્લાઈસ પર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર છાંટો અને સારી રીતે મિક્સ કરો.
હવે એક બાઉલમાં, બેસન, મીઠું, હળદર અને પાણી સાથે સ્મૂધ ખીરું બનાવો.
ઢાબા સ્ટાઇલ દહીં ભીંડી બનાવવાની રીત, મજેદાર બનશે
દરેક રીંગણના ટુકડાને બેટરમાં ડુબાડો જેથી તે સારી રીતે કોટ થઈ જાય. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
હવે તૈયાર રીંગણના ભજીયાને તમે ચા અથવા કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
