મનોરંજન ન્યૂઝ | કોકટેલ 2 (Cocktail 2) 19 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ઘણા સમયથી સમાચારમાં રહેલી આ ફિલ્મમાં શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ કોકટેલની સિક્વલ છે.
કોકટેલમાં જેમાં દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી અભિનય કરે છે. કોકટેલ 2 નું નિર્દેશન હોમી અડાજાનિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તે મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવ્યું છે. કોકટેલ 2 કેવી મુવી? થિયેટરમાં જોવાઈ કે નહિ?
કોકટેલ 2 રીવ્યુ
કોકટેલ 2 ફિલ્મ શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાથી શરૂ થાય છે. તેઓ સાથે રહે છે, અને શાહિદ કપૂર જે કહે છે તે તેમના સંબંધોમાં શંકા પેદા કરે છે. રશ્મિકા શાહિદની વફાદારી ચકાસવા માંગે છે. તે આ વફાદારી કસોટી માટે તેની મિત્ર કૃતિ સેનનને પસંદ કરે છે.
કૃતિ સેનન અને શાહિદ કપૂર વચ્ચે ઘણું બધું બને છે, પરંતુ શું શાહિદ વફાદારીની કસોટીમાં નિષ્ફળ જાય છે? શું કૃતિ અને શાહિદનો રોમાંસ ખીલે છે? શું રશ્મિકાનું હૃદય તૂટી જાય છે?
સ્ટોરી સ્ટ્રેચ કરી લાગે છે. ઘણા ગીતો ઉમેરવામાં આવ્યા છે. લોકેશન સુંદર છે. પરંતુ જો આ ફિલ્મ 30 મિનિટ ઓછી કરવામાં આવી હોત, તો કદાચ મોટાભાગના લોકોને જોવી ગમતી! . એકંદરે, ફિલ્મ સરેરાશ રહી છે.
સામંથા રૂથ પ્રભુ પતિ સાથે મા ઇન્તી બંગારમ મુવી રિલીઝ પહેલા તિરુપતિ મંદિરમાં દર્શન કરવા પહોંચી, કેમ થયો આટલો વિડીયો વાયરલ?
કોકટેલ 2 ડિરેક્ટર
હોમી અડાજાનિયાએ ફિલ્મ દ્વારા સારો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મુવી સ્ટ્રેચ કરી છે. ગીતોનું શૂટિંગ વિદેશ થયું છે અને સ્ટોરીમાં થોડી તાજગી લાવવાનો સારો પ્રયાસ કર્યો છે. પરંતુ વધુમાં ફિલ્મનો અંત એકદમ સ્વાભાવિક હતો. એકંદરે, થોડી ટૂંકી મુવી હોત તો વધુ આનંદપ્રદ હોત.
