પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

60 વર્ષીય હકીમ બાબર, જે એક પ્રસિદ્ધ હકીમ છે અને અલ નૂર હોસ્પિટલના માલિક હોવાનું પણ કહેવાય છે. તેમણે એક યુવતી સાથે નિકાહ કર્યા છે.

News18
News18

પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાંથી એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. 60 વર્ષીય હકીમ બાબર, જે એક પ્રસિદ્ધ હકીમ છે અને અલ નૂર હોસ્પિટલના માલિક હોવાનું પણ કહેવાય છે. તેમણે એક યુવતી સાથે નિકાહ કર્યા છે.

વીડિયોમાં દંપતી નિકાહ સમારંભમાં ખુશ દેખાઈ રહ્યા છે. જ્યાં હકીમ બાબર દુલ્હનને ગજરો પહેરાવી રહ્યા છે અને પરિવારના લોકો જશ્ન મનાવી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, ફેસબુક અને યુટ્યુબ પર લાખો વાર જોવાઈ ચૂક્યો છે અને કોમેન્ટ સેક્શનમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ આવી રહી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

વીડિયોનું કેપ્શન અને હકીમ બાબરના નિવેદન અનુસાર, સંબંધોની અસલી કિંમત ઉંમરમાં નહીં પણ નિયતની સચ્ચાઈ અને સંબંધોની કાનૂની તથા ધાર્મિક માન્યતામાં છે. તેમણે કહ્યું કે, અમે બંને બહુ ખુશ છીએ, પહેલા પ્રેમ થયો, પછી અરેન્જ્ડ નિકાહ થયા. ઉંમર ખાલી એક નંબર છે. અમુક રિપોર્ટ્સમાં દુલ્હનની ઉંમર 26 અથવા 27 વર્ષ કહેવાય છે, જ્યારે અમુકમાં 22 વર્ષ. હકીમ બાબરે સ્પષ્ટ કર્યું કે, દુલ્હનના પહેલા તલાક થયા હતા અને બંને પરિવારોની સહમતિથી આ નિકાહ થયા છે.

નિકાહને કાયદેસર ગણાવ્યા

તેમણે ઇસ્લામી શિક્ષાઓનો હવાલો આપતા કહ્યું કે તલાક લીધેલી મહિલાઓ સાથે નિકાહ માન્ય છે અને આડા સંબંધો કરતા સારા છે માન્ય લગ્ન. સોશિયલ મીડિયા પર આ અંગે લોકો બે ધડામાં વહેંચાયેલા છે. કેટલાય લોકો તેને પ્રેમની જીત ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે દિલ જો જોડાઈ જાય તો ઉંમર મહત્ત્વની રહેતી નથી. અમુકે આ દંપતી માટે દુઆઓ માગી, વળી અમુક લોકો ઉંમરને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો પૈસા અથવા સ્ટેટ્સ માટે આ લગ્ન થયા હોવાનું જણાવી રહ્યા છે.

(નોંધ: આ લેખ વાયરલ વીડિયોના આધારે બનાવ્યો છે, ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *