ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટ પર 107 રનમાં સમેટાઈ ગઈ.

News18
News18

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે સુપર 8ની બીજી મેચમાં શ્રીલંકાને 61 રન હરાવી ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટ પર 107 રનમાં સમેટાઈ ગઈ. શ્રીલંકા તરફથી કામિંડુ મેન્ડિસે 3 જ્યારે દુનિથ વેલાલગેએ 29 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી સફળ બોલર રચિન રવીન્દ્ર રહ્યો, જેણે 4 ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની પહેલી સુપર 8 મેચ પાકિસ્તાન વિરુદ્ધ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. મિચેલ સેંટનરની ટીમ ચાર પોઈન્ટ લઈને ગ્રુપ 2માં બીજા નંબરે પહોંચી ગઈ છે. જ્યારે ઇંગ્લેન્ડ ચાર પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. શ્રીલંકાની સુપર 8માં સતત આ બીજી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા ક્રમ આવી ગઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *