પાટણમાં પાક નિષ્ફળ સહાય માટે પણ રિશ્વત, ખેડૂતોને લૂંટનારા લાંચખોર VCE ને એસીબીએ રંગેહાથ પકડ્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વી.સી.ઈ. (VCE) ભરતભાઈ સોમાભાઈ ગડસાયા (ઠાકોર) સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. વર્ષ 2025 માં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય મેળવવા માટે અરજી કરનાર ખેડૂતો પાસેથી સહાયની રકમના 50 ટકા હિસ્સા તરીકે લાંચ માંગવામાં આવી હતી.

એસીબી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ફરિયાદીના સગા સબંધી અમરાપુર પાટી વિસ્તારમાં રહેતા ખેડૂતો એ વર્ષ 2025 માં વધુ વરસાદ થતા પાક નિષ્ફળ જતા સરકારની પાક નિષ્ફળ સહાય આપવા જાહેરાત આધારે ભરત ઠાકોર પાસે ડોક્યુમેન્ટ જમા કરાવી સહાય મેળવવા ફોર્મ ભર્યું હતું અને ભરત ઠાકોરે સહાય મંજૂર કરાવવા ઉપરી અધિકારીઓના નામે સહાયના પચાસ ટકા રકમ આપવા માંગણી કરી હતી. જે અંગે કુલ નવ ખેડૂતો એ એક ખેડૂત દીઠ રૂપિયા 44000/- પેટે પચાસ ટકા લેખે આપવા ફરિયાદીને મળી વાતચીત કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં GST અધિકારીઓ ₹25,000ની લાંચ લેતા ઝડપાયા, બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માગી હતી રકમ

જોકે ખેડૂતો આરોપી ભરત ઠાકોરને ઓળખતા હતા તેથી પચાસ ટકા લેખે માંગણી કરતા નાછૂટકે સહાય મંજુર થાય તે હેતુથી ખેડૂતોને પૂછી સહાયના પચાસ ટકા લેખે નાણાં આપવા સંમત થયા હતા. સહાય પોતાંના ખાતામાં જમા થતા નવ ખેડૂતોના પચાસ ટકા લેખે 1,70,000/- પૈકીના 60000/- ફોન-પે થી અને 110000/- રોકડ આપ્યા હતા. તેમ છતાં ભરત ઠાકોરે પચાસ ટકા લેખે બાકી રહેતા 20,000/- રૂપિયાની માંગણી કરી અંતે રૂ.15000/- આપવા નક્કી કર્યા હતા. જોકે બાદમાં ખેડૂતોએ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમ્યાન લાંચના નાણાં સ્વીકારી ભરચત ઠાકોર પકડાઈ ગયો હતો.

અગાઉ આપેલા નાણાં: ખેડૂતોએ અગાઉ રૂ. 60,000 ફોન-પે (PhonePe) દ્વારા અને રૂ. 1,10,000 રોકડા ચૂકવ્યા હતા.

બાકી રકમ માટે ટ્રેપ: બાકી નીકળતી રકમ પૈકી રૂ. 15,000 લેવાનું નક્કી થતાં ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. એ લાંચનું છટકું ગોઠવી આરોપી વી.સી.ઈ. ને રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *