High 10 Arms Exporter And Importers Nation In World : દુનિયામાં વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને પ્રાદેશિક સંઘર્ષોની અસર હવે વૈશ્વિક શસ્ત્રોના બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા દેશો ઝડપથી સંરક્ષણ ક્ષમતાઓ વધારી રહ્યા છે, જેના કારણે હથિયાર અને શસ્ત્રોની માંગ પણ વધી રહી છે.
માર્ચ 2026 ના SIPRI ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર રિપોર્ટ અનુસાર, 2021 અને 2025 ની વચ્ચે સમગ્ર વિશ્વામાં હથિયારોની આપ લે અગાઉના પાંચ વર્ષ (2016-2020) ની તુલનામાં 9.2% નો વધારો થયો છે. 2011-2015 પછીનો આ સૌથી મોટો વધારો છે.
ટોપ 10 હથિયાર નિકાસકાર દેશ
અમેરિકામાં દુનિયાનો સૌથી મોટો હથિયાર સપ્લાયર છે અને ગયા વર્ષે તેની સ્થિતિ જાળવી રાખે છે. વૈશ્વિક શસ્ત્રોની નિકાસમાં તેનો હિસ્સો 27 ટકા વધ્યો છે, જે 2016-2020માં 36 ટકાથી વધીને 2021-2025માં 42 ટકા થયો છે. અમેરિકાની સાથે ફ્રાન્સ, રશિયા, જર્મની અને ચીન ટોચના 5 હથિયાર સપ્લાયર છે. વિશ્વની હથિયારોની નિકાસમાં આ દેશોનો હિસ્સો 70 ટકા છે. જો કે, રશિયા ટોચના પાંચ હથિયાર સપ્લાયર્સમાં એકમાત્ર એવો દેશ હતો જેણે વિશ્વની શસ્ત્રોની નિકાસમાં તેના હિસ્સામાં 64% નો નોંધપાત્ર ઘટાડો જોયો હતો.
વિશ્વના ટોચના 10 સૌથી મોટા હથિયાર નિકાસકાર દેશ (2021-2025)
| ક્રમ | દેશ | વૈશ્વિક હિસ્સો | ફેરફાર (2016-20) |
મુખ્ય ખરીદદાર દેશો |
| 1 | અમેરિકા42% | 0.27 | 0.27 | સાઉદી અરેબિયા (12%), યુક્રેન (9.4%), જાપાન (8.9%) |
| 2 | ફ્રાંસ | 9.80% | 0.21 |
ભારત (24 ટકા), ઇજિપ્ત (11 ટકા), ગ્રીસ (10 ટકા) |
| 3 | રશિયા | 6.80% | -64% |
ભારત (48%), ચીન (13%), બેલારુસ (13%) |
| 4 | જર્મની | 5.70% | 0.15 |
યુક્રેન (24%), ઇજિપ્ત (14%), ઇઝરાયલ (10%) |
| 5 | ચીન | 5.60% | 0.11 |
પાકિસ્તાન (61 ટકા), સર્બિયા (6.8 ટકા), થાઇલેન્ડ (4.7 ટકા) |
| 6 | ઈટાલી | 5.10% | 1.57 |
કતાર (26 ટકા), કુવૈત (17 ટકા), ઇન્ડોનેશિયા (12 ટકા) |
| 7 | ઇઝરાઇલ | 4.40% | 0.56 |
ભારત (29 ટકા), જર્મની (21 ટકા), અમેરિકા (7.8 ટકા) |
| 8 | યુનાઇટેડ કિંગડમ | 3.40% | 0.13 |
કતાર (31%), યુએસ (14%), યુક્રેન (13%) |
| 9 | દક્ષિણ કોરિયા | 3.00% | 0.24 |
પોલેન્ડ (58%), ફિલિપાઇન્સ (18%), યુએઈ (9.5%) |
| 10 | સ્પેન | 2.30% | 0.067 |
સાઉદી અરેબિયા (28%), તુર્કી (16%), બેલ્જિયમ (12%) |
સોર્સ: SIPRI Developments in Worldwide Arms Transfers, માર્ચ 2026
નોંધ: 10 થી ઓછા ટકાવારીને 1 દશાંશ સુધી રાઉન્ડ અપ કરવામાં આવે છે; 10 થી વધુ ટકાવારીને સંપૂર્ણ સંખ્યામાં રાઉન્ડ અપ કરવામાં આવી છે.
ટોપ 10 સૌથી મોટા હથિયાર આયાતકાર દેશ (2021-2025)
યુક્રેન વર્ષ 2021-25 દરમિયાન દુનિયામાં હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને વિશ્વની કુલ શસ્ત્રોની આયાતમાં તેનો હિસ્સો 2016-20માં માત્ર 0.1% થી વધીને 2021-25માં 9.7% થયો છે, જે આ દાયકામાં 11896% નો વધારો દર્શાવે છે.
ટોચના 5 દેશો (યુક્રેન, ભારત, સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાન)નો 2021-25માં દુનિયાભરમાં કુલ હથિયારોની આયાતમાં 35% હિસ્સો હતો. તેમાંથી ભારત અને સાઉદી અરેબિયાની વૈશ્વિક શસ્ત્રોની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી વિપરીત, પાકિસ્તાન 10માં ક્રમે થી પાંચમાં ક્રમે પહોંચ્યું છે અને 2016-20 થી 2021-25 સુધીમાં તેનો હિસ્સો 66 ટકા વધ્યો હતો.
વિશ્વના ટોચના 10 સૌથી મોટા હથિયાર આયાતકાર દેશ (2021-2025)
| ક્રમ | દેશ | વૈશ્વિક હિસ્સો | ફેરફાર (2016-20) | મુખ્ય સપ્લાયર દેશો |
| 1 | યુક્રેન | 10% | +11,896% | યુ.એસ. (41%), જર્મની (14%), પોલેન્ડ (9.4%) |
| 2 | ભારત | 8.20% | -4.00% | રશિયા (40 ટકા), ફ્રાન્સ (29 ટકા), ઇઝરાયલ (15 ટકા) |
| 3 | સાઉદી અરેબિયા | 6.80% | -31% | યુ.એસ. (77%), સ્પેન (9.5%), ફ્રાન્સ (4.6%) |
| 4 | કતાર | 6.40% | 1.06 | યુએસ (48%), ઇટાલી (21%), યુકે (17%) |
| 5 | પાકિસ્તાન | 4.20% | 0.66 | ચીન (80%), તુર્કી (7.0%), નેધરલેન્ડ્સ (4.6%) |
| 6 | જાપાન | 3.90% | 0.76 | યુએસ (95%), યુકે (3.4%), નોર્વે (0.9%) |
| 7 | પોલેન્ડ | 3.60% | 8.52 | દક્ષિણ કોરિયા (47%), યુએસ (44%), ઇટાલી (2.2%) |
| 8 | યુએસએ | 2.90% | 0.48 | યુકે (17%), ફ્રાન્સ (14%), ઇટાલી (13%) |
| 9 | કુવૈત | 2.80% | 8.05 | યુએસ (62%), ઇટાલી (31%), ફ્રાન્સ (5.7%) |
| 10 | ઓસ્ટ્રેલિયા | 2.80% | -39% | યુ.એસ. (85%), સ્પેન (6.5%), જર્મની (4.0%) |
સોર્સ: SIPRI Developments in Worldwide Arms Transfers, માર્ચ 2026
નોંધ: 10 થી ઓછા ટકાવારીને 1 દશાંશ સુધી રાઉન્ડ અપ કરવામાં આવે છે; 10 થી વધુ ટકાવારીને સંપૂર્ણ સંખ્યામાં રાઉન્ડ અપ કરવામાં આવી છે.
ભારતની સ્થિતિ
જો કે ભારત વિશ્વના સૌથી મોટા હથિયાર નિકાસકારોમાંનો એક નથી, પરંતુ તે 2021-2025 દરમિયાન બીજા ક્રમનો સૌથી મોટો હથિયાર આયાતકાર છે. વૈશ્વિક આયાતમાં ભારતનો હિસ્સો 8.2 ટકા છે. જો કે, 2016-2020 ના સમયગાળાની તુલનામાં તેનો હિસ્સો 4% ઘટ્યો છે. SIPRI એ જણાવ્યું છે કે, આ ઘટાડો આંશિક રીતે ભારતની વધતી આત્મનિર્ભરતા અને તેના શસ્ત્રોના સ્થાનિક ઉત્પાદનને કારણે છે.
