દિવાળી મીઠાઇ રેસીપી, દાણાદાર મોહનથાળ બનાવવાની રીત

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Mohanthal Diwali Mithai Recipe : દિવાળી પર વિવિધ મીઠાઇ અને ફરસાણ બને છે. ચણાના લોટ માંથી સેવ, ભજીયા અને વિવિધ મીઠાઇ બને છે. તે ખાવામાં સ્વાદિષ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી. મોટેભાગે લોકો બેસન લાડુ, બરફી અથવા હલવો બનાવે છે. જો કે, જો તમે આ વખતે ફેસ્ટિવલમાં કંઇક અલગ બનાવવા માંગો છો, તો તમે મોહનથાળ રેસીપી અજમાવી શકો છો.

મોહનથાળ ગુજરાતની પ્રખ્યાત પરંપરાગત મીઠાઇ છે. મોહનથાળની મીઠાઇ દરેકને પસંદ આવે છે. હલવાઇ જેવો દાણાદાર મોહનથાળ બનાવવા માટે તમે અહીં આપેલી રેસીપી અનુસરી શકો છો. તમારે આ માટે વધુ સામગ્રીની જરૂર રહેશે નહીં. આ મીઠાઈ ચણાનો લોટ, દૂધ, ખાંડ અને ઘીમાંથી બની જાય છે. 

મોહનથાળ બનાવવાની સામગ્રી

  • ચણાનો લોટ (બેસન) : 500 ગ્રામ
  • દૂધ : 100 મિલિ
  • ઘી : 200 ગ્રામ
  • ખાંડ : 150 ગ્રામ
  • એલચી પાઉડર : 2 ચમચી
  • પાણી : 150 મિલિ

Mohanthal Recipe : મોહનથાળ કેવી રીતે બનાવવું?

સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં 3-4ચમચી ઘી અને દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને તમારા હાથ વડે ઘસો. હવે આ લોટને ચાળણી વડે સારી રીતે ગાળી લો. તેનાથી ચણાના લોટની અંદરના બરછટ અનાજને દૂર કરશે. હવે વધેલા લોટને મિક્સરમાં પીસીને ફરીથી ચાળી લો.

હવે એક કડાઇમાં ઘી ગરમ કરો. પછી તેમા ચણાનો લોટને ધીમા તાપે શેકવુ પડશે. આ દરમિયાન ચણાના લોટને સતત હલાવતા રહો, જેથી કડાઇમાં ચોંટી ન જાય. લોંટ બરાબર શેકાશે ત્યારે સરસ સુગંઘ આવશે અને કડાઇ માંથી છુટવા લાગશે.

આ દરમિયાન બીજી બાજુ એક વાસણમાં ખાંડ અને પાણી સરખા પ્રમાણમા લઇને એક તારની ચાસણી બનાવો. જ્યારે ચાસણી બની જાય ત્યારે તેમા કેસર ઉમેરો. તેનાથી મીઠાઈની સુગંધ અને રંગ વધુ સારો બનશે. આ રીતે એક તારવાળી ચાસણી તૈયાર કરો.

બેસનનો લોટ બરાબર શેકાય ત્યારે તેમા થોડુ દૂધ ઉમેરો, જે મોહનથાલની રચનાને ક્રીમી બનાવી શકે છે. હવે તેમા ગરમ ચાસણી ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં એલચી પાવડર ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. 

આ પણ વાંચો | પાઈનેપલની 3 સ્વાદિષ્ટ વાનગી, વાંરવાર ખાવાનું મન થશે

હવે એક થાળી કે ટ્રેમાં ઘી લગાવી તેને ગ્રીસ કરો. તે પછી ચણાના લોટનું મિશ્રણ તેમા રેડો અને સમતલ પાથરી લો. મોહનથાળને લગભગ બે થી ત્રણ કલાક સુધી સેટ થવા દો. મોહનથાળ સહેજ ઠંડુ થાય પછી તેના છરી વડે ચોરસ કે લંબચોરસ ટુકડા કરી લો. મોહનથાળની ઉપર ચારોલી વડે ગાર્નિશ પણ કરી શકાય છે. આ રીતે તમે દિવાળી પર સરળતાથી દાણાદાર મોહનથાલ બનાવી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *