કાર્પેટ સાફ કરવાની રીત, ઘરે ડ્રાય ક્લિન માટે આ ક્લિનિંગ ટીપ્સ ટ્રાય કરો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Carpet Cleansing Hacks : ઘરની સુંદરતા વધારવા માટે બેડરૂમ, લિવિંગ રૂમ અથવા હોલમાં કાર્પેટ પાથરવામાં આવે છે. તેનાથી રૂમને આકર્ષક લૂક મળે છે અને ચાલતી વખતે પગને પણ આરામ આપે છે. જો કે, ઘણા કારણોસર, કાર્પેટ ગંદા અને કાળા દેખાવા લાગે છે. ભારે હોવાને કારણે તેને વારંવાર સાફ કરવું પણ મુશ્કેલ હોય છે. 

આવી સ્થિતિમાં, તેને ડ્રાય ક્લીન કરી શકાય છે. આ માટે તમારે વધુ પૈસા ચૂકવવાની જરૂર નથી. તેના બદલે, કેટલીક વસ્તુઓની મદદથી ઘરે ડ્રાય ક્લીનિંગ સરળતાથી કરી શકાય છે.

કાર્પેટનો ઉપયોગ સામાન્ય રીતે ઘરને સજાવટ કરવા માટે થાય છે. આ લિવિંગ રૂમને આકર્ષક અને સુંદર બનાવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં કાર્પેટ પણ ઠંડીથી બચાવવામાં મદદ કરે છે. ટાઇલ્સ અને આરસપહાણ પરના કાર્પેટ પગને હૂંફાળી અને આરામદાયક લાગણી આપે છે. તેનો ઉપયોગ ઘરમાં નાના બાળકોની સુરક્ષા માટે પણ થાય છે. આ ઉપરાંત, કાર્પેટ તેની સપાટી પર ધૂળના સૂક્ષ્મ કણોને પોતાની અંદર સમાવી લે છે.

દરરોજ ઘરમાં આવતા જતા લોકોના પગરખાં કે પગની ધૂળ, કાદવ અને રેતી કાર્પેટના તંતુઓમાં ફસાઈ જાય છે. પાલતુ પ્રાણીઓના વાળ, બારી-દરવાજામાંથી આવતી ધૂળ, ચા અને કોફીના ડાઘ અને સફાઈ દરમિયાન કરવામાં આવતી ભૂલો કાર્પેટ ગંદા થવાનું કારણ બની શકે છે.

કાર્પેટ સાફ કરવાની રીત

પહેલા ધૂળ સાફ કરો

કાર્પેટ સાફ કરવા માટે તમારે તેને ઉપાડવાની જરૂર નથી. તેના બદલે, જો તે જમીન પર મૂકવામાં આવે તો પણ તમે તેને સરળતાથી સાફ કરી શકો છો. તેની માટે સૌથી પહેલા કાર્પેટ પર સારી રીતે સાવરણી લગાવો, તેનાથી તેમા રહેલી ધૂળ માટી સારી નીકળી જશે. હવે કાર્પેટ ઉંધુ કરીને સારી રીતે ફટકારો, જેથી તેમા ફસાયેલી ધૂળ માટી નીકળી જશે. હવે કાર્પેટને ગોળ રોલ કરો અને જમીન પર પડેલી માટી સાફ કરી લો.

સામગ્રી

  • બેકિંગ સોડા : 2 કપ 
  • પાણી : 1 લિટર
  • મીઠું : 2 ચમચી
  • સફેદ સરકો : 2 ચમચી
  • શેમ્પૂ : 2 ચમચી

કાર્પેટ ડ્રાય ક્લીન કેવી રીતે કરવું?

હવે મુઠ્ઠી જેટલું બેકિંગ સોડા લો અને તેનો આખા કાર્પેટ પર સારી રીતે છંટકાવ કરો. ધ્યાનમાં રાખો કે કાર્પેટની સાઇઝ પ્રમાણ બેકિંગ સોડાનો ઉપયોગ કરવો. હવે એક લિટર પાણીમાં મીઠું, શેમ્પૂ અને સફેદ સરકો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. 

આ પણ વાંચો | લીલન કપડાં વોશિંગ મશીનમાં ધોવા જોઇએ? જાણો કપડાં ધોવાની અને સુકવવાની સાચી રીત

હવે ડસ્ટર અથવા ચોખ્ખા કપડાને પાણીમાં બેથી ત્રણ વખત સારી રીતે પલાળી રાખો અને તેને નિચોવી લો. હવે આ કપડા વડે બે-ચાર વખત કાર્પેટ સાફ કરો. જો કાર્પેટ ખૂબ ગંદા હોય, તો તેને ફરીથી ડસ્ટરથી સાફ કરો. હવે કાર્પેટને સારી રીતે સૂકવવા દો અને પછી જ તેનો ઉપયોગ કરો. આ રીતે ઘરે પણ ભારે કાર્પેટ સરળતાથી સાફ કરી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *