how one can eliminate rats : ઉંદરો એક વખત ઘર અથવા દુકાનમાં ઘૂસી જાય છે ત્યારે તેમને ત્યાંથી ભગાડવા ખૂબ મુશ્કેલ બની જાય છે. આ વસ્તુઓને ખરાબ કરે છે, સાથે-સાથે ગંદકી પણ ફેલાવે છે. આવી સ્થિતિમાં તમે તેમને ઘરેથી ભગાવવા માટે જૂની ચુંદડી વાળો ઉપાય અજમાવી શકો છો. આ તમને ઉંદર ભગાડવામાં મદદ કરશે. ચાલો આ ચુંદડી વાળો ઉપાય જાણીએ.
જૂની ચુંડદીથી ઉંદરોને કેવી રીતે ભગાડવા?
પહેલી રીત : ઉંદરને ભગાડવા માટે, ફિનાઇલની ગોળીઓ તમે જૂની ચુંદડીમાં ફિનાઇલની ગોળીઓને કપૂર સાથે પીસીને તેમાં લપેટી રાખો. તમારે આ પોટલીને ઘરના કે દુકાનના તે ખૂણામાં રાખવાનું છે જ્યાં ઉંદરો વધુ આવે છે. તેની ગંધ ઉંદરોને ઘરથી દૂર રાખશે.
બીજી રીત : ઉંદરને માર્યા વિના ઘરની બહાર કાઢવા માટે તમે જૂની ચુંદડીમાં ફુદીનાનું તેલ, કપૂરની ગોળીઓ, તમાલપત્રને મિક્સ કરીને રાખી શકો છો. તેની તીવ્ર ગંધથી ઉંદરો તરત જ ઘરની બહાર નીકળી જાય છે.
ઓછું ખાવું નહીં યોગ્ય ખાવું જરુરી, યોગ એક્સપર્ટે વજન વધવાના 3 અસલી કારણો જણાવ્યા અને ઘટાડવા માટે ડાયેટ ચાર્ટ
ત્રીજી રીત : ઉંદરોને ભગાડવા માટે તમે લસણ અને ડુંગળીના ટુકડાઓને પીસીને જૂની ચુંડદીમાં રાખી શકો છો. આ પોટલી ત્યાં રાખો જ્યાં ઉંદરો સૌથી વધુ દેખાય છે.
ડિસ્ક્લેમર : આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ કોઈ પણ રીતે લાયક વ્યાવસાયિક અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લો.
