જીવનશૈલી | સામાન્ય રીતે લોકોને તુરિયાનું શાક બહુ ભાવતું નથી, પણ જો તમે તેને સાચી રીતે અને યોગ્ય મસાલા સાથે બનાવો, તો આ તમારું સૌથી ફેવરિટ શાક બની શકે છે. તુરિયામાં કેલરી ઓછી હોય છે અને તે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.
તુરિયામાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે પાચન સારું કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આનાથી હાર્ટ પણ સારું રહે છે, ઇમ્યુનિટી વધે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે, અહીં જાણો તુરિયા અને ચણાની દાળનું શાક બનાવવાની રીત
તુરિયા અને ચણાની દાળનું શાક રેસીપી
સામગ્રી
- 500 ગ્રામ તુરિયા
- 1/2 નાની ચમચી હીંગ
- 2 મોટી ચમચી તેલ
- 1/2 ચમચી જીરું
- 5-6 કળી લસણ
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- 1/2 ચમચી હળદર પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- જરૂર મુજબ મીઠું
- થોડી બાફેલી ચણાની દાળ
- કોથમીર
- અધકચરી વાટેલી સીંગ
તુરિયા અને ચણાની દાળનું શાક બનાવવાની રીત
500 ગ્રામ તુરિયાની છાલ કાઢીને તેના નાના ટુકડા કરી લો.
એક કડાઈમાં ૨ મોટી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં નાની ચમચી જીરું અને 1/2 નાની ચમચી હીંગ નાખો.
જીરું સંતળાઈ જાય એટલે તેમાં થોડું ઝીણું સમારેલું લસણ અને મીઠા લીમડાના પાન નાખીને ધીમા તાપે લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
પછી તેમાં 2 મીડિયમ સાઈઝના ઝીણા સમારેલા ટામેટાં અને સ્વાદ મુજબ મીઠું નાખીને 5 મિનિટ માટે ચડવા દો.
હવે એમાં બાફેલી ચણાની દાળ ઉમેરીને થવા દો, હવે એમાં બધા મસાલા ઉમેરો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરીને બધું મિક્ષ કરો.
PCOS, PMOS શું છે? ભારતમાં 5 માંથી 1 યુવતી આ જીવલેણ રોગનો શિકાર કેમ છે?
હવે તેને થોડું પાણી ઉમેરીને 5-7 મિનિટ માટે છઢવા દો, થઇ જાય એટલે એમાં તુરીયા ઉમેરો, એને સારી રીતે કુક થવા દો,
હવે એમાં 2-3 ચમચી વાટેલા શીંગદાણા ઉમેરીને મિક્ષ કરો, 5-7 મિનિટ કુક થઇ જાય એટલે ગેસ બંધ કરો, એમાં થોડી કોથમીર ઉમેરીને ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.
