Final Up to date:
Well being Information: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આરોગ્ય સેવાઓને ઘરઆંગણે પહોંચાડતી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના કુલ 89 ગામોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને નિ:શુલ્ક અને સમયસર પ્રાથમિક આરોગ્ય સારવાર પોતાના ગામમાં જ મળી રહી છે.
ભાવનગર: હાલના સમયમાં સમાજમાં આરોગ્ય સેવાઓનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને યોગ્ય અને સમયસર આરોગ્ય સારવાર મળવી એ મોટો પડકાર છે. આવી સ્થિતિમાં, અનેક વિસ્તારોમાં નિ:શુલ્ક આરોગ્ય સારવાર માટે ફરતા દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે, જે સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. વિવિધ સેવાકીય સંસ્થાઓ, ટ્રસ્ટો અને ધાર્મિક મંદિરો દ્વારા શરૂ થયેલા આ ફરતા દવાખાનાઓનો મુખ્ય હેતુ એ છે કે લોકો સુધી સ્થળ પર જ આરોગ્ય સેવાઓ પહોંચે અને તેમને મોટા શહેરોમાં જવાનું ટાળવું પડે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના 89 ગામોમાં આરોગ્ય સેવાઓ સ્થળ પર પહોંચે તે હેતુથી ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને સામાન્ય રોગોની તપાસ, સમયસર સારવાર અને માર્ગદર્શન માટે શહેર કે તાલુકા મથકે જવું પડતું હતું, જેમાં સમય અને ખર્ચ બંને વધતા. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને ગરીબ પરિવારો માટે આ પ્રક્રિયા કઠિન બની જતી. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ શરૂ કરેલ આ ફરતું દવાખાનું લોકહિતમાં આશીર્વાદસમાન સાબિત થઈ રહ્યું છે.

રમણા કાર્તિકભાઈએ જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા છેલ્લા ચાર મહિનાથી મહુવાના કુલ 89 ગામોમાં આ ફરતું દવાખાનું ચાલી રહ્યું છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, સાંધાના દુખાવા, ચામડીના રોગો, ઝાડા-ઊલટી અને પાચનના રોગોની પ્રાથમિક સારવાર લોકોને તેમના પોતાના ગામમાં જ મળી રહે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર જ તપાસ અને સારવાર મળી રહે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહુવા દ્વારા આ ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે.
મહંત સ્વામીની પ્રેરણા અને આજ્ઞાથી આ દવાખાનાની શરૂઆત ચાર મહિના પહેલા કરવામાં આવી હતી. મહુવા તાલુકાના બંદર અને દરિયાકાંઠાના વિસ્તારોના જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર જ વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ દવાખાનાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ ફરતું દવાખાનું ગામડાઓના લોકો, જેઓ શહેરમાં દવાખાના સુધી પહોંચી શકતા નથી, તેમને વિનામૂલ્યે સારવાર પૂરી પાડે છે. મહુવા તાલુકાના આસપાસના ગામડાઓ તેમજ રાજુલા અને સાવરકુંડલા પંથકના વિસ્તારોમાં પણ અમે આ ફરતું દવાખાનું સમયાંતરે લઈ જઈએ છીએ.
Bhavnagar,Gujarat
Jan 23, 2026 12:58 PM IST
