Gujarat Election: અમદાવાદ, મહેસાણા સહિત ઘણા વોટિંગ બૂથ પર EMV મશીન ખોટકાયા, મતદારો પરેશાન

Gujarat Election: અમદાવાદ, મહેસાણા સહિત ઘણા વોટિંગ બૂથ પર EMV મશીન ખોટકાયા, મતદારો પરેશાન

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Native Physique Election Voting : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આકરા તડકામાં પણ સવારથી મતદાન મથકો પર મતદારો વોટિંગ કરવા પહોંચી રહ્યા છો. જો કે ઘણા વોટિંગ બુથ પર EVM ખોટકાયા હોવાની ઘટના સામે આવી છે. ઘણા મતદાન મથકો પર ટેક્નિકલ કારણોસર મતદાન પ્રક્રિયા રોકવાની ફરજ પડી હતી.

અમદાવાદ AMC ચૂંટણી માટે આજે મતદાન થયું છે. આવી સ્થિતિમાં અમદાવાદના રામોલ હાથીજણ વિસ્તારના દૂન સ્કૂલના બુથ નંબર 44 પર EVM બંધ થવાની ઘટના સામે આવી છે. આ વોટિંગ બુથ પર મતદાન શરૂ થતાની સાથે જ EVM બંધ થઇ ગયું હતું. ઇવીએમ બંધ થતા મતદારો લાઇનમાં ઉભા રહી પરેશાન થઇ ગયા હતા. 

અમદાવાદ જેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સુરતના વોર્ડ નંબર 21 ના મતદાન મથક 88 પર EVM મશિન બંધ પડી ગયુ હતું. ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક બીજા EVMની વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે EVM બંધ થતા ગરમીના લીધે લાઇનમાં ઉભેલા મતદારો પરેશાન થઇ ગયા હતા.

મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં પણ EVM મશીન બંધ 

મહેસાણા મનપા ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. મહેસાણાના વોર્ડ નંબર 6 અને વિવિધલક્ષી વિદ્યાલય કેન્દ્ર પર EVM મશીન શરૂ ન થવાથી મતદારો પરેશાન થયા હતા. તો વિસનગરની ભાન્ડુ જિલ્લાની સાતુસાણા ગામમાં પણ EVM મશીનમાં ખામી સર્જાઇ હતી. તો બનાસકાંઠાના અમીરગઢના ગાંગુ ગામે EVM બંધ પડતા 20 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા અટકી ગઇ હતી. નોંધનિય છે કે, ગાંગુ ગામ ધારાસભ્ય કાંતિ ખરાડીનું વતન છે. 

નવસારીના કાલિયવાડી વિસ્તારની કન્યાશાળામાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા 40 મિનિટ મોડી શરૂ થઇ હતી. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના મતદાન મથકો પર EVM મશીન લાંબા સમય સુધી શરૂ ન થતા ટેકનિકલ ટીમ દોડતી થઇ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *