હૃદય : દાડમ પ્યુનિકલેજિન્સ અને અન્ય એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોય છે. આ ધમનીઓમાં પ્લેક જમા થવાનું અટકાવે છે. રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. (Picture Supply | Unsplash)
બ્લડ પ્રેશર : દાડમનો રસ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ છે. (Picture Supply | Unsplash)
એનિમિયામાં રાહત આપે છે : દાડમ આયર્ન, વિટામિન સી અને ફોલિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. તે ઝડપથી હિમોગ્લોબિનનું સ્તર વધારી શકે છે અને એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. (Picture Supply | Unsplash)
પાચનતંત્રમાં સુધારો : દાડમ ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે. જે કબજિયાતમાં રાહત આપે છે અને સ્વસ્થ પેટને જાળવી રાખે છે. (Picture Supply | Unsplash)
રોગપ્રતિકારક શક્તિ : દાડમમાં વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. જે શરીરની સામાન્ય ઇમ્યુન સિસ્ટમને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. (Picture Supply | Unsplash)
ત્વચા : દાડમમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. (Picture Supply | Unsplash)
વજન ઘટાડવવામાં મદદરૂપ : આખું દાડમ ફાઇબરથી ભરપૂર હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે. જે સંતુલિત આહાર સાથે વજન ઘટાડવવામાં ઉપયોગી બની શકે છે. (Picture Supply | Unsplash)
ડાયાબિટીસ : દાડમમાં ઓછા પ્રમાણમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે તેથી સુગરમાં અચાનક વધારો થતો નથી. તેનું સેવન બ્લડ સુગરમાં તથો અચાનક વધારો અટકાવે છે. તેના એન્ટીઓકિસડન્ટ્સ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. (Picture Supply | Unsplash)
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. દાડમ કોઈ બીમારીનો ઉપચાર નથી; તેને સંતુલિત ડાયટના ભાગરૂપે લેવું જોઈએ. વધુમાં જાણકાર અને ડોક્ટરની સલાહ લેવી. (Picture Supply | Unsplash)









