વડોદરામાં રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી, છ લોકોના કમકમાટી ભર્યા મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

વડોદરામાં રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી, છ લોકોના કમકમાટી ભર્યા મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Vadodara bus truck accident: વડોદારમાં મંગળવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત અને 26થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસ સહિત SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથધરી હતી. ઈજાગ્રસ્તોને વડોદારની એસએસજી હોસ્પિટલમાં સાવરા માટે ખસેડવામાં આવ્યા છે. 

ઘટના અંગે પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ પરોઢિયે ચારેક વાગે વડોદરા હાલોલ રોડ ઉપર કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે લક્ઝરી બસનો આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. અને અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. 

અકસ્માતના પગલે ટ્રકમાંથી બોરીઓ રસ્તાઓ ઉપર ફેલાઈ હતી. જેના પગલે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દુર્ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો દોડી આવી હતી, જ્યારે એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ફાયર બ્રિગેડ દ્વારા JCBની મદદથી બંને વાહનોને છૂટા કરવામાં આવ્યા હતા. તો બીજી ટીમો દ્વારા બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં 6 મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે 26 જેટલા મુસાફરોને ઈજાઓ થયા હતા.

આ પણ વાંચોઃ- કોણ છે રાજીનામાની ચીમકી આપનાર ગુજરાત ભાજપના MLA દર્શનાબેન દેશમુખ? જાણો આખો વિવાદ

તેમને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *