‘ગેર કાયદેસર કોન્ટેન્ટ તાત્કાલિક હટાવે X…’, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિસ

‘ગેર કાયદેસર કોન્ટેન્ટ તાત્કાલિક હટાવે X…’, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિસ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Social Media Platform X : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નોટિસ ફટકારી છે. મંત્રાલયે એક્સના એઆઈ ટૂલ Grok ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનો ઉપયોગ અયોગ્ય સામગ્રી બનાવવા અને શેર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

મંત્રાલયે કહ્યું છે કે આવી સામગ્રી ખાસ કરીને મહિલાઓ અને બાળકોને નિશાન બનાવી રહી છે. કેન્દ્રએ તેને ગરિમા, ગોપનીયતા અને ડિજિટલ સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. આઇટી મંત્રાલયે આ સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરને પત્ર લખ્યો છે. કેન્દ્રએ આઇટી એક્ટ અને આઇટી નિયમો હેઠળ યોગ્ય સાવધાની લેવામાં ગંભીર ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યું છે.

સરકારને રિપોર્ટ સોંપવામાં આવે

મંત્રાલયે X ને નિર્દેશ આપ્યો છે કે  Grok ની તકનીકી સિસ્ટમ અને ગવર્નન્સ ફ્રેમવર્કની તાત્કાલિક સમીક્ષા કરવા, આ પ્લેટફોર્મ પરથી તમામ ગેરકાયદેસર સામગ્રીને દૂર કરવા, દોષિત યુઝર્સ સામે કાર્યવાહી કરવા અને 72 કલાકની અંદર એક્શન ટેકન રિપોર્ટ સરકારને સોંપે.

સરકારે કહ્યું છે કે જો આવું નહીં કરવામાં આવે તો સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આદેશ અનુસાર X ને વિલંબ કર્યા વિના લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરીને પહેલેથી જ તૈયાર અથવા પ્રસારિત કરવામાં આવેલી તમામ સામગ્રીની દૂર કરવા અથવા પહોંચ નિષ્ક્રીય કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી IT નિયમો 2021માં નિર્ધારિત સમયમર્યાદામાં કડક રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે જેથી પુરાવા સાથે કોઈપણ રીતે ચેડા ન થાય. 

આ પણ વાંચો – સિંધુ જળ સંધિને લઇને વિદેશ મંત્રી જયશંકરનો પડોશી દેશ પર પ્રહાર, કહ્યું – અમને કોઇ ના બતાવી શકે કે અમારે શું કરવાનું છે

કેન્દ્રએ કહ્યું છે કે અશ્લીલ, નગ્ન, વાંધાજનક અને યૌન ગતિવિધિઓને દર્શાવતી સામગ્રીના હોસ્ટિંગ, નિર્માણ, પ્રકાશન, પ્રસારણ, શેર કરવા અથવા અપલોડ કરવા પર રોક લગાવવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. આ પહેલા શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *