ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, આવતીકાલે અમદાવાદ-વડોદરાની શાળાઓમાં રજા જાહેર

ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, આવતીકાલે અમદાવાદ-વડોદરાની શાળાઓમાં રજા જાહેર

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love



હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ માટે 31 જુલાઈ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અતિ ભારે વરસાદની સંભાવના છે. વિભાગે અસામાન્ય વરસાદની શક્યતા પણ દર્શાવી છે. ત્યાં જ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આવતીકાલે વડોદરા અને અમદાવાદની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે કલેકટરના આદેશને પગલે DEO દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.  

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

Gujarat Rain Red Alert Weather Department Warning
હવામાન વિભાગે તા. 31 જુલાઈ માટે રાજ્યમાં અમદાવાદ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી {Photograph}: (સોશિયલ મીડિયા)

તેમણે ઉલ્લેખ કર્યો કે 31 જુલાઈએ નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદ, બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારે અમદાવાદમાં 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે જ્યારે નર્મદામાં 12 ઇંચ સુધી વરસાદની આગાહી છે.

કયા જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ હેઠળ છે?

આ દરમિયાન, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જે ‘ઓરેન્જ એલર્ટ’ હેઠળ છે. કચ્છ, મોરબી, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને સાયનાઇડ આપી પતાવ્યો, લાશ ફેક્ટરીમાં દફનાવી; બે વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો

1 ઓગસ્ટે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે?

તેમણે એમ પણ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ અને આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. તે દિવસે પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ડિરેક્ટર અશોક કુમાર દાસે ઉમેર્યું હતું કે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *