Gujarat Rajya Sabha Election 2026 : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાને લઈ ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 8 જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. જો જરુર પડશે તો 18 જૂને મતદાન યોજાશે.
રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 8 જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. 9 જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જો જરૂરી બનશે તો 18 જૂને મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા થશે.
- જાહેરનામાની પ્રસિદ્ધિ – સોમવાર, 1 જૂન
- નામનિર્દેશ પત્ર ભરવાની છેલ્લી તારીખ – સોમવાર, 8 જૂન
- નામનિર્દેશ પત્ર ચકાસણીની તારીખ – મંગળવાર, 9 જૂન
- નામનિર્દેશ પત્ર પાછા ખેંચવાની તારીખ – ગુરૂવાર, 11 જૂન
- મતદાનની તારીખ – ગુરૂવાર, 18 જૂન
- મતગણતરી – ગુરૂવાર, 18 જૂન
ભાજપના 3 અને કોંગ્રેસના 1 સાંસદનો કાર્યકાળ પૂર્ણ થશે
રાજ્યસભામાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. ભાજપમાંથી નરહરી અમીન, રમીલા બારા અને રામ મોકરિયાનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલનો નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી બાદ રાજ્યસભામાં ગુજરાત કોટામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઘટીને શૂન્ય થઈ જશે, જ્યારે ભાજપનું સંખ્યાબળ વધુ મજબૂત બનશે. હાલ 11માંથી 10 બેઠકો ભાજપ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે.
ઓપરેશન મ્યૂલ હન્ટ : 2289 કરોડ રુપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 565 FIR અને 638ની ધરપકડ
ચૂંટણી પૂંચ દ્વારા ગુજરાત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાને નિર્વાચન અધિકારી અને નાયબ સચિવ એમ. એચ. કરૂંગીયાની મદદનીશ નિર્વાચન અધિકારી તરીકે નિમણૂક કરી છે.
