Slaughterhouse In Gujarat : ગુજરાતની અહિંસક અને શાકાહારી રાજ્ય હોવાની છબી હવે ધૂંધળી થઇ રહી છે. ગુજરાત સરકારે રાજ્યમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાનાને સત્તાવાર મંજૂરી આપી છે. સાથે જ રાજ્યમાં 2176 કતલખાના ગેરકાયદેસર ધમધમી રહ્યા છે. આ આંકડા જોઇને લાગે છે કે, ચૂંટણી જીવતા માટે ગૌ માતા, ગૌરક્ષા, અહિંસા જેવા શબ્દોથી વોટબેંક જીતનાર હિન્દુત્વ સરકારના શાસનમાં કસાઇઓને ખુલ્લો દોર મળી હોય તેવી સ્થિત દર્શાવે છે.
ગુજરાતમાં 34,045 ટન માંસનું ઉત્પાદન
કેન્દ્ર સરકારના આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2024-25 દરમિયાન 34,045 ટન માંસનું ઉત્પાદન થયું છે. રાજ્યમાં દરરોજ હજારો ઘેટાં બકરાં અને ભેંસોને કતલખાને ધકેલી દેવામાં આવે છે. તો પોલ્ટ્રી ફાર્મના ત્રણેક કરોડથી વધુ મરઘાંની કતલ કરવામાં આવે છે.
લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતમાં ભેંસના માંસનું ઉત્પાદન 34.55 મેટ્રિક ટન અને ઘેટાંના માંસનું ઉત્પાદન 88.52 મેટ્રિક ટન નોંધાયું છે.
આ જ સમયગાળા દરમિયાન 9.85 કરોડ મરઘાંની કતલ સાથે કુલ માંસનું ઉત્પાદન 98,895 મેટ્રિક ટન પર પહોંચ્યું હતું. અહિંસક ગાંધીજીની ધરતી ગુજરાતમાં કતલખાનાની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે. આ આંકડાઓ જોઇને ગુજરાતીઓને ઉંડો આઘાત લાગ્યો છે.
ગુજરાતમાં 3 વર્ષમાં માંસના ઉત્પાદનના આંકડા
| વર્ષ |
માંસનું ઉત્પાદન (મેટ્રિક ટનમાં) |
| 2022-23 | 31,629 ટન |
| 2023-24 | 33,161 ટન |
| 2024-25 | 34,045 ટન |
ગુજરાતમાં નોનવેજ ખાનાર લોકોની સંખ્યામાં
ગુજરાતમાં નોનવેજ ખાનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં નોનવેજ ભોજન પીસરનાર લારી, હોટેલ અને રેસ્ટોરન્ટ્સની સંખ્યામાં વધારો થયો છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ખાણીપીણીની આદતોમાં ફેરફારના કારણે ગુજરાતમાં લોકોનો ટેસ્ટ બદલાયો છે. બીજું અન્ય એક કારણ એ પણ છે કે, અન્ય રાજ્યોના લોકોએ પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં નોકરી રોજગાર માટે આવે છે, જ્યાં નોનવેજ ખાવું સામાન્ય બાબત છે.
કતલખાનાની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં 5માં ક્રમે
ભારતમાં સૌથી વધુ કતલખાનાની સંખ્યા મહારાષ્ટ્ર છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 63,587 રજિસ્ટર્ડ કતલખાના અને 9942 ગેરકાયદેસર કતલખાના છે. બીજા ક્રમે તમિલનાડુ, ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ અને ચોથા ક્રમે આંધ્ર પ્રદેશ છે.
દેશમાં રજિસ્ટર્ડ અને ગેરકાયદેસર કતલખાનાની સંખ્યા
| રાજ્ય | રજિસ્ટર્ડ કતલખાના |
ગેરકાયદેસર કતલખાના |
| મહારાષ્ટ્ર | 63587 | 9942 |
| તમિલનાડુ | 41351 | 8010 |
| ઉત્તરપ્રદેશ | 31349 | 7518 |
| આંધ્ર પ્રદેશ | 16082 | 5571 |
| ગુજરાત | 10735 | 2176 |
| મધ્ય પ્રદેશ | 11260 | 1266 |
| આસામ | 6730 | 2510 |
| ઓડિશા | 3805 | 2569 |
| રાજસ્થાન | 3585 | 2569 |
| કર્ણાટક | 1885 | 6214 |
| ઝારખંડ | 1471 | 879 |
| પંજાબ | 916 | 111 |
| ત્રિપુરા | 235 | 805 |
