Girnar Lili Parikrama 2026 : ગિરનાર લીલી પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. કારતક સુદ એકાદશીથી દેવ દિવાળ પૂનમ સુધીન યોજાતી 5 દિવલની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં સાધુ સંતો, ભક્તો અને સામાન્ય લોકો જોડાય છે. ગીરનારના જંગલ માંથી પસાર થઇને કરવામાં આવતી લીલી પરિક્રમમાં પ્રકૃતિના ખોળે આધ્યાત્મિક અનુભવ મળે છે.
જો તમે પણ ગિરનાર લીલી પરિક્રમા કરવાનું વિચારો છો, તો સૌ પ્રથમ તેના વિશે સંપૂર્ણ વિગત મેળવી લેવી જોઇએ. અહીં ગિરનાર લીલી પરિક્રમા 2026 શરૂ થવાની તારીખ, ગીરનાર કેવી રીતે પહોંચવું, લીલી પરિક્રમાનો રૂટ, ક્યાં રોકાવવું સહિત તમામ વિગત આપી છે.
ગિરનાર લીલી પરિક્રમા 2026 ક્યારે શરૂ થશે?
વૈદિક પંચાગ મુજબ 5 દિવસની ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ એકાદશી થી પુનમ સુધી યોજાય છે. આ વખતે 20 નવેમ્બર, 2026 શુક્રવારના રોજ દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે લીલી પરિક્રમા શરૂ થશે, જે 24 નવેમ્બર 2026, મંગળવાર દેવ દિવાળીના રોજ સમાપ્ત થશે.
ઘણી વખત લોકોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા બે ત્રણ દિવસ પહેલા પણ લીલી પરિક્રમા શરૂ કરવામાં આવે છે. આથી તમારે દૈનિક સમાચાર પત્રો, ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા અહેવાલો પર પણ ધ્યાન રાખવું જોઇએ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/girnar-parikrama-2025.jpg)
ગિરનાર લીલી પરિક્રમા કેટલી લાંબી છે?
ગિરનાર લીલી પરિક્રમા 36 કિમી લાંબી હોય છે. તેમા પગપાળા ગિરનાર જંગલમાં ચાલીને ગીરનાર પર્વતની ફરતે પરિક્રમા કરવાની હોય છે. પરિક્રમામાં વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો મોકો મળે છે.
ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ
ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત અને સમાપ્ત કરવાના નિર્ધારિત સ્થળો છે. ગિરનાર તળેટીમાં સ્થિત પ્રાચિન શિવાલય ભવનાથ મંદિરમાં ભોળાનાથના દર્શન કરીને ભક્તો લીલી પરિક્રમાની શરૂઆત કરે છે. લીલી પરિક્રમમાં કાચા માટી અને પથ્થરના ઉબડખાબડ રસ્તા, ખળખળ વહેતા ઝરણાં અને ઘનઘોર જંગલમાંથી પસાર થતી લીલ પરિક્રમામાં કુલ ચાર પડાવ હોય છે.
1. પ્રથમ પડાવ: ઝીણાબાવાની મઢી (સતયુગનું પ્રતિનિધિત્વ કરે છે)
2. બીજો પડાવ: માળવેલા (ત્રેતાયુગનું પ્રતિનિધિત્વ કરે છે)
3. ત્રીજો પડાવ: બોરદેવી (દ્વાપરયુગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં શ્રીકૃષ્ણને જગદંબાના દર્શન થયા હતા)
4. ચોથો પડાવ: ભવનાથ તળેટી (કળયુગનું પ્રતિનિધિત્વ કરે છે અને અહીં પરિક્રમાની પૂર્ણાહુતિ થાય છે)
ગિરનાર લીલી પરિક્રમામાં કઇ કઇ વસ્તુઓ લઇ જવી?
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન માત્ર આવશ્યક ચીજવસ્તુઓ જ લઇ જવી. એક બે જોડી કપડા, બેટરી, આવશ્યક દવા, પાણીની બોટલ,, એક જાડી શાલ કે ચાદર, લાકડી અને કાચું સીધું લઇ જવામાં આવે છ. પરિક્રમા દરમિયાન જંગલમાં જ સાત્વિક ભોજન બનાવીને ખાવાનું હોય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/girnar-parikrama-route-map.jpg)
ગિરનાર કેવી રીતે પહોંચવું
ગુજરાતના જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વત સુધી સરળતાથી પહોંચી શકાય છે. જૂનાગઢ રેલવે સ્ટેશનથી ગિરનાર પર્વત 5 થી 7 કિમી દૂર છે. જૂનાગઢ રેલવે સ્ટ્રેન ગુજરાતના મુખ્ય શહેરો સાથે ટ્રેન માર્ગે જોડાયેલું છે. અમદાવાદ, રાજકોટ થઇને જૂનાગઢ પહોંચી શકાય છે. જૂનાગઢથી સૌથી નજીકનું હવાઇમથક રાજકોટનું હીરાસર એરપોર્ટ છે, જે ગિરનારથી 102 કિમી દૂર છે.
ગિરનાર લીલી પરિક્રમા કોણે શરૂ કરી હતી?
ગિરનાર પર્વતની પરિક્રમાનો સંબંધ દ્વાપરપુગ સાછે. ધાર્મિક માન્યતા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી સાથે શ્રાપ માંથી મુક્તિ મેળવવા સૌથી પ્રથમવાર ગિરનાર પર્વતની પરિક્રમા હતી. ગિરનારને હિમાલય પર્વતના દાદા કહેવામાં આવે છે. કહેવાય છે કે, ગિરનાર લીલી પરિક્રમા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મની સાથે સાથે ગિરનાર પર્વત જૈન ધર્મનું પણ આસ્થાનું કેન્દ્ર છે.
ગિરનાર પર્વતના ધાર્મિક સ્થળો
ધાર્મિક માન્યતા મુજબ ગિરનાર પર્વત પર 33 કોટી દેવતાનો વાસ અને ચોર્યાશી સિદ્ધોનું નિવાસ સ્થાન છે. ગિરનાર પર્વતના 10 હજાર પગથિયાં ચઢીને સૌથી ઉંચા શિખર ભગવાન દત્તાત્રેય મંદિર ધી પહોંચી શકાય છે. ગિરનાર પર્વતની મધ્યમમાં અંબાજી માતાનું પૌરાણિક મંદિર પણ આવેલું છે.
