ક્યારે સુધરશે આવા લોકો? વંદે ભારત સ્લીપરમાં જુઓ શું કર્યું, જવાબદારીનું કોઈ ભાન નથી આમને

ક્યારે સુધરશે આવા લોકો? વંદે ભારત સ્લીપરમાં જુઓ શું કર્યું, જવાબદારીનું કોઈ ભાન નથી આમને

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થયા બાદ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હજુ તો ટ્રેન શરૂ થઈ છે. ત્યાં લોકોએ નીચે કચરો ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને યુઝર્સમાં રોષનો માહોલ ફેલાયેલો છે.

વાયરલ થયેલા વીડિયોને લઈ લોકોમાં રોષનો માહોલ
વાયરલ થયેલા વીડિયોને લઈ લોકોમાં રોષનો માહોલ

ભારતીય રેલવે ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ છે વંદે ભારત સ્લીપર ટ્રેન. આ ટ્રેન શરૂ થયા બાદ મુસાફરોને એક અલગ અનુભવ મળી રહ્યો છે. ટ્રેનમાં બેઠા પછી જાણે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. આ ટ્રેનમાં મુસાફરોને તકલીફ ન પડે તેને લઈને પૂરતી સુવિધા રાખવામાં આવી છે. જોકે ટ્રેન શરૂ થયા બાદ એક એવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે.

આ વીડિયો ટ્રેનમાં બેઠેલા એક મુસાફર દ્વારા જ બનાવવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે નીચે પ્લાસ્ટિકના પેકેટો, ડિસ્પોઝેબલ ચમચી અને ખાવાનો સામાન ફેલાયેલો છે. આ નજારો ટ્રેન શરૂ થતાની સાથે જ સામે આવ્યો જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે રોષનો માહોલ ફેલાયેલો છે. વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે જરા તમે સિવિલ સેન્સ જુઓ. વીડિયો વાયરલ થતા યુઝર્સ પોતાની જુદી જુદી પ્રતિક્રિયાઓ આ વીડિયોને લઈને આપી રહ્યા છે. આવી રીતે લોકો જો ટ્રેનમાં ગંદકી કરતા રહેશે તો ગમે તેટલી સારી સુવિધા કેમ ન હોય વધારે સમય સુધી ટકી નહીં શકે. ખરેખરમાં આ સમસ્યા સિસ્ટમની નથી પરંતુ સમાજની છે.

વાયરલ થયેલા આ વીડિયોને લઈને ભારતીય રેલવે દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે રેલવે સાર્વજનિક સંપત્તિ છે અને તેની સાફ સફાઈ દરેક નાગરિકની જવાબદારી છે. અધિકારીએ એ પણ જણાવ્યું કે વંદે ભારત ટ્રેનોમાં ઓન બોર્ડ હાઉસકીપિંગ સ્ટાફ તૈનાત રહે છે, જે જરૂર પડતા સફાઈ કરે છે. એક યુઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે સિવિક સેન્સ વગર વંદે ભારત, લક્ઝરી એરપોર્ટ અને ખુલ્લા રસ્તાઓને સંભાળવા પણ મુશ્કેલ બની જશે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લઈને અમુક યુઝર્સે જાપાન અને યુરોપિયન દેશોનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે એલ.કે.જી.થી સિવિક સેન્સના ક્લાસ શરૂ કરી દેવા જોઈએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *