ઊંઝા શહેરની પ્રતિષ્ઠિત અને સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ઊંઝા નાગરિક સહકારી બેંકના નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા આજે સંપન્ન થઈ હતી. બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની વરણીમાં સહકાર અને એકતાના દર્શન થયા હતા, જેમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં બેંકના ચેરમેન તરીકે જાણીતા અગ્રણી દશરથભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી. જ્યારે વાઈસ ચેરમેન તરીકે યુવા અગ્રણી આશિષ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, બેંકના વહીવટી કાર્યોને વેગ આપવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિષ્ણુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
Source link
