અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘુ! 1 જુલાઇથી પ્રોપ્રટીના ભાવ 10 ટકા સુધી વધશે : CREDAI

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘુ! 1 જુલાઇથી પ્રોપ્રટીના ભાવ 10 ટકા સુધી વધશે : CREDAI

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Ahmedabad Property Value Hike: અમદાવાદમાં ઘર, ફ્લેટ કે ઓફિસ ખરીદવું મોંઘુ થશે. 1 જુલાઇ 2026થી અમદાવાદમાં રિયલ એસ્ટેટના ચાલુ અને નવા પ્રોજેક્ટ બંનેમાં 10 ટકા સુધી ભાવવધારો થશે. તાજેતરમાં ક્રેડાઈ (CREDAI)ની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી, જેમા 400થી બિલ્ડરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી 1 જુલાઇથી પ્રોપર્ટીના ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે. એક બાજુ જીવન જરૂરિયાતની ચીજો અને ઇંધણના ભાવવધારા વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવું હવે એક સપનું બની જશે.

પ્રોપર્ટીના ભાવ 10 ટકા સુધી વધશે

ક્રેડાઈની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, અમદાવાદમાં 1 જુલાઇ 2026થી તાજેતરમાં શરૂ થયેલા નવા પ્રોજેક્ટમાં 10 ટકા અને અંડર કન્સ્ટ્રક્શન ચાલુ પ્રોજેક્ટમાં 5 ટકા ભાવ વધશે. CREDAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 30 જૂન સુધી પ્રોપ્રટીના ભાવમાં કોઇ ફેરફાર થશે નહીં. પરંતુ 15 જૂન બાદ નવા બુકિંગ પર ભાવવધારાની અસર જોવા મળી શકે છે. ઉલ્લેખનિય છે કે, CREDAI એ 15 મે 2026ના રોજ દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત આપીને નાગરિકોને વહેલી તકે મકાન ખરીદવા અપીલ કરી હતી.

પ્રોપર્ટીના ભાવ કેમ વધ્યા

ક્રેડાઈ (CREDAI)ના જણાવ્યા મુજબ મિડલ ઇસ્ટમાં યુદ્ધ બાદ વિવિધ રો મટિરિયલ્સની કિંમત વધતા બાંધકામ ખર્ચ વધ્યો છે, જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધારવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે રો મટિરિયલની સપ્લાય ખોરવાઇ જવાથી આયાત ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. રો મટિરિયલના ભાવમાં 20 થી 60 ટકા સુધીનો તોતિંગ વધારો થયો છે, જેના કારણે બાંધકામ ખર્ચ નોંધપાત્ર વધી ગયો છે.

આ પણ વાંચો | કાર્પેટ એરિયા, બિલ્ટ એરિયા અને સુપર બિલ્ટ અપ એરિયા વચ્ચે શું તફાવત છે? ફ્લેટ ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો

બાંધકામ ક્ષેત્રે મજૂરોની અછત

બાંધકામ ક્ષેત્રે હાલ મજૂરોની ભારે અછત વરતાઇ રહી છે. અન્ય રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ પરપ્રાંતિય મજૂરો હજી સુધી પરત ફર્યા નથી. મજૂરોની અછતના કારણે બાંધકામની કામગીરી ધીમી પડી છે અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા મુશ્કેલ બન્યા છે. જો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો RERA નિયમ પઝેશનમાં વિલંબ બદલ દંડ થવાનો ડર સતાવી રહ્યો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *