ઓગસ્ટમાં લોંગ વિકેન્ડ ટુર પ્લાન, ઓછા બજેટમાં ભારતના આ 7 સ્થળનો પ્રવાસ બનશે યાદગાર

ઓગસ્ટમાં લોંગ વિકેન્ડ ટુર પ્લાન, ઓછા બજેટમાં ભારતના આ 7 સ્થળનો પ્રવાસ બનશે યાદગાર

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Finest Vacationer Locations For Lengthy Weekend In India : ચોમાસાના વરસાદ બાદ ચારેય બાજુ હરિયાળી ફેલાઈ જાય છે. ઝરમગ વરસાદ અને ઠંડા પવન ફરવાની મજા અનેકગણી વધારી દે છે. જો તમે ઓગસ્ટના લોંગ વિકેન્ડમાં દૈનિક વ્યસ્તતા માંથી વિરામ લેવા માંગતા હો, તો પ્રવાસ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. 

ઓફિસ અને મીટિંગ્સથી દૂર શાંતિ અને આરામદાયક  સમય પસાર કરવો એક યાદગાર અનુભવ હોઈ શકે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે મર્યાદિત બજેટમાં ટુર પ્લાનિંગ કરી શકો છો. જો તમે મિત્રો સાથે વિકેન્ડમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે અહીં આપવામાં આવેલા કેટલાક સુંદર અને કુદરતી સ્થળો પર જઈ શકો છો.

હમ્પી, કર્ણાટક

જો તમને ઐતિહાસિક સ્થળો વિશે જાણવામાં રસ છે, તો કર્ણાટકમાં હમ્પી એક ઉત્તમ પસંદગી હોઈ શકે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પ્રસિદ્ધ હમ્પી તેના પ્રાચીન મંદિરો અને ભવ્ય ખંડેરો માટે જાણીતું છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી ખૂબ જ આકર્ષક લાગે છે. અહીં તમે વીરૂપાક્ષ મંદિર, વિઠ્ઠલ મંદિર, મટંગા હિલ, સનાપુર તળાવ, હેમકુટા હિલ જેવા પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ઓરછા, મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશના નિવાડી જિલ્લામાં બેતવા નદીના કિનારે આવેલું ઐતિહાસિક શહેર ઓરછા ઓગસ્ટમાં ફરવા માટે એક ઉત્તમ સ્થળ સાબિત થઈ શકે છે. અહીં તમે રામ રાજા મંદિર, બેતવા નદી, ઓરછા કિલ્લો અને જહાંગીર મહેલની મુલાકાત લઈ શકો છો. તમે લોંગ વિકેન્ડમાં અહીં ફરવાનો પ્લાન બનાવી શકો છો.

સાપુતારા, ગુજરાત

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા તેની લીલીછમ ખીણો, ધોધ અને ઠંડા હવામાન માટે જાણીતું છે. ચોમાસા દરમિયાન અહીં ટુર પ્લાનિંગ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અહીં સનસેટ પોઈન્ટ, સાપુતારા તળાવ, ગીરા ધોધ, રોપ વે અને હિલ્સ જોઈ શકાય છે.

ગોકર્ણ, કર્ણાટક

જો તમે ભીડથી દૂર શાંત બીચ પર વેકેશન ગાળવા માંગતા હો, તો કર્ણાટકમાં ગોકર્ણ શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે છે. આ સ્થળ તેના દરિયાકિનારા, ધાર્મિક મહત્વ અને આરામદાયક વાતાવરણ માટે જાણીતું છે. અહીં તમે ઓમ બીચ, કુડલે બીચ, હાફ મૂન બીચ, મહાબળેશ્વર મંદિર અને પેરેડાઇઝ બીચની મુલાકાત લઈ શકો છો.

ચિકમગલૂર, કર્ણાટક

કર્ણાટકમાં ચિકમગલુર તેની લીલીછમ ટેકરીઓ, કોફીના બગીચાઓ અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીંની સુંદરતા બમણી થઈ જાય છે. જો તમે ભીડથી દૂર રજાઓ વિતાવવા માંગતા હો, તો તમે ઓગસ્ટમાં અહીં આવી શકો છો. અહીં તમે હેબ્બે ધોધ, બાબા બુદાનગિરી, કોફી બાગાન, હિરેકોલાલે તળાવ અને મુલ્લાયનગિરી પીક જેવા સ્થળોનું અન્વેષણ કરી શકો છો.

મહેશ્વર, મધ્યપ્રદેશ

જો તમે ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસ અથવા રક્ષાબંધનના લાંબા વિકેન્ડને યાદગાર બનાવવા માંગતા હોવ, તો તમે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં સ્થિત સુંદર શહેર મહેશ્વર જઇ શકો છો. અહીં તમે મહેશ્વર કિલ્લો, અહિલ્યા ઘાટ, નર્મદા નદીમાં બોટિંગ, રાજરાજેશ્વર મંદિર અને હેન્ડલૂમ સાડી સેન્ટરની મુલાકાત લઈ શકો છો. અહીં પરિવાર અથવા મિત્રો સાથે બજેટ ટ્રિપ્સનું આયોજન પણ કરી શકાય છે.

આ પણ વાંચો | ગુજરાતમાં મહાભારત કાળના 5 શિવલિંગ, દરિયો કરે છે અભિષેક, નજીકમાં 5 સુંદર સ્થળો

ઉદયપુર, રાજસ્થાન

રાજસ્થાનનું ઉદયપુર લેક સિટી તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વરસાદ બાદ લીલાછમ અરાવલ્લીના પહાડ, ધુમ્મસ અને ઠંડા પવન તન મનને અદભુત આનંદ આપે છે. અહીં ઉદયપુર સિટી પેલેસ, પિછોલા લેક, સજ્જગઢ, સહેલી બાગ, બાહુબલી હિલ્સ સહિત ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ શકાય છે. પરિવાર, મિત્રો કે સોલો ટ્રાવેલ્સ માટે ઉદયપુર ઉત્તમ સ્થળ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *