સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ અગનવર્ષા વરસાવી રહ્યા છે. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં તો ગરમીનો પારો 43°C ને પાર કરી ગયો છે, ત્યાં જ અમદાવાદમાં પણ પારો 44°C સુધી પહોંચવાની શક્યતા છે. આવામાં શહેરીજનો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં તા. 07-05-2026 થી 14-05-2026 દરમિયાન યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 44°C સુધી પહોંચવાની શક્યતા છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેના ઓફિશિયલ એક્સ હેલ્ડલ દ્વારા નાગરિકોને ખાસ વિનંતી કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાળજાળ ગરમીમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા નાગરીકોને ખાસ સુરક્ષા હેઠળ રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં તા. 07-05-2026 થી 14-05-2026 દરમિયાન યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 44°C સુધી પહોંચવાની શક્યતા છે.
નાગરિકોને વિનંતી:
• બપોરે 12 થી 4 દરમિયાન અનાવશ્યક બહાર જવાનું ટાળો
• પૂરતું પાણી પીતા રહો અને શરીરને હાઇડ્રેટ… pic.twitter.com/O5uLXkFAun— Amdavad Municipal Company (@AmdavadAMC) May 9, 2026
- બપોરે 12 થી 4 દરમિયાન અનાવશ્યક બહાર જવાનું ટાળો
- પૂરતું પાણી પીતા રહો અને શરીરને હાઇડ્રેટ રાખો
- હળવા રંગના કપડાં પહેરો
- વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની ખાસ કાળજી લો
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે આજથી આગામી ત્રણ દિવસ માટે દિવસ માટે યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન હાલ 43.4°C નોંધાયું છે, જે સામાન્ય કરતા લગભગ 2 ડિગ્રી વધારે છે. આકાશ સાફ રહેવાના કારણે સીધો તાપ લાગતા ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે.
