MLA Yogesh Patel Passes Away : વડોદરાની માંજલપુર વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી યોગેશ પટેલનું મંગળવારે અવસાન થયું છે. તે દિલની બીમારીના કારણે છેલ્લા ચાર દિવસથી વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. યોગેશ પટેલ ગુજરાતના રાજકારણમાં એક મજબૂત અને સ્પષ્ટવક્તા હતા.
તેમની રાજકીય કારકિર્દી ત્રણ દાયકાથી વધુ લાંબી રહી હતી, આ દરમિયાન તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે પહેલી વાર 1990માં જનતા દળની ટિકિટ પર રાવપુરા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેઓ 1995માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આખરી સમય સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા.
વિજય રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા હતા
યોગેશ પટેલે 1995 થી 2012 સુધી રાવપુરા સીટથી ધારાસભ્ય તરીકે આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ નવા સીમાંકન પછી માંજલપુર સીટથી ચૂંટણી લડતા હતા. 2012 થી તેઓ આ બેઠક પરથી સતત જીતતા આવ્યા છે. 76 વર્ષની ઉંમર હોવા છતાં ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમના પર વિશ્વાસ મૂક્યો હતો અને તેઓ ફરીથી જીત્યા હતા. યોગેશ પટેલે 2019 થી 2021 સુધી વિજય રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા હતા.
પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે. યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશાં પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી. પરમાત્મા સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના. ૐ શાંતિ…!!
ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે.
શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશાં પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી.
પરમાત્મા… pic.twitter.com/UmiPiv9t4Z
— Narendra Modi (@narendramodi) June 2, 2026
ગુજરાત : રાજ્યસભાની 4 બેઠક માટે જાહેરનામું જાહેર, 8 જૂન સુધી ભરી શકાશે ફોર્મ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરીને કહ્યું કે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.
