શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો અચાનક રેલવેનો ડેટા ડિલીટ થઈ જાય તો શું થશે? લાખો મુસાફરોની માહિતી અને તેમની ટિકિટોનો હિસાબ ખોવાઈ શકે છે. આટલા માટે, આ 45 મિનિટમાં માત્ર રિપેરિંગ જ નથી થતું પરંતુ આખા દિવસના ડેટાનું ‘બેકઅપ’ પણ લેવામાં આવે છે. મેન્ટેનન્સ દરમિયાન દરેક એક ટિકિટની ‘સેકન્ડ કોપી’ તૈયાર કરવામાં આવે છે. આ બેકઅપ પ્રોસેસ એ સુનિશ્ચિત કરે છે કે, જો ભવિષ્યમાં ક્યારેય મુખ્ય સર્વર ક્રેશ થઈ જાય, તો પણ મુસાફરોનો ડેટા સુરક્ષિત રહે. આ એક પ્રકારનું સુરક્ષા કવચ છે, જે રેલવેની ડિજિટલ વ્યવસ્થાને મજબૂતી આપે છે.
