લગભગ 14 વર્ષ બાદ શેખર સુમન ફરી એક વખત એ જ અંદાજમાં પરત ફરી રહ્યા છે, જેણે ભારતીય મનોરંજન જગતમાં વાતચીતને એક નવી ઓળખ આપી હતી. તેમનો પ્રભાવશાળી અવાજ, મજબૂત ઉપસ્થિતિ અને લોકો સાથે જોડાવાની અનોખી કળાએ એક આખા યુગને પ્રભાવિત કર્યો હતો. હવે તેમનો અવાજ ફરી સંભળાશે ‘શેખર ટુનાઇટ’ સાથે.
આ વખતે આ શો વધુ વ્યક્તિગત, ભાવનાત્મક અને નિખાલસ બનવાનો છે. આજના સમયમાં જ્યાં મોટાભાગની વાતચીત પહેલેથી નક્કી કરાયેલી હોય છે અને માત્ર વાયરલ થવા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યાં ‘શેખર ટુનાઇટ’ કંઈક અલગ લઈને આવી રહ્યું છે.
‘શેખર ટુનાઇટ’નો પ્રથમ લુક અને ઑફિશિયલ ટ્રેલર ભવ્ય આઉટડોર કેમ્પેઇન અને ડિજિટલ લોન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેને જોઈને તે દર્શકોની જૂની યાદો તાજી થઈ ગઈ, જેમણે શેખર સુમનને ભારતીય ટેલિવિઝન પર પોતાના વ્યંગ્ય, હાસ્ય અને ઉત્તમ સંવાદ શૈલી દ્વારા એક અનોખી ઓળખ બનાવતા જોયા હતા. પોડકાસ્ટ અને ડિજિટલ ટોક શો લોકપ્રિય બન્યા તે પહેલાં જ શેખર સુમને પોતાની સમજદારી, નિડર અંદાજ અને ભાવનાઓને સમજવાની કળાથી દેશભરના દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેમની વાતચીત કરવાની શૈલી આજે પણ સૌથી અલગ અને વિશેષ માનવામાં આવે છે.
આ શો સંગાણી બ્રધર્સ અને કોબલ્ડ સ્ટ્રીટના બેનર હેઠળ બનાવવામાં આવ્યો છે. બંને મળીને એવો શો લઈને આવી રહ્યા છે જેમાં વાતચીત સ્ક્રિપ્ટ વગર અને સંપૂર્ણ સ્વાભાવિક રીતે આગળ વધશે. પોતાની વાપસી વિશે વાત કરતાં શેખર સુમને કહ્યું, “મારા માટે ‘શેખર ટુનાઇટ’ માત્ર સેલિબ્રિટી ઇન્ટરવ્યૂનો શો નથી. આ માનવીય લાગણીઓ અને સચ્ચા પળોનો શો છે. જે વાતો આપણા દિલમાં રહી જાય છે, તે ક્યારેય પહેલેથી તૈયાર કરેલી નથી હોતી. તે વાતચીત વચ્ચેના વિરામ, અચાનક આવી જતી હાસ્યની ક્ષણો, ખામોશીઓ અને એ વાતોમાં હોય છે, જે લોકો ત્યારે કહે છે જ્યારે તેઓ પોતાને પરફેક્ટ બતાવવાનો પ્રયાસ છોડે છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ વર્ષોમાં મેં અનુભવ્યું છે કે સૌથી અસરકારક વાતચીત ત્યારે થાય છે, જ્યારે લોકો ભૂલી જાય છે કે તેમના સામે કેમેરો છે. એ જ વાત આજે પણ મને ઉત્સાહિત કરે છે. એટલા વર્ષો પછી હું ફરી એવું મંચ લઈને આવવા માંગતો હતો, જ્યાં વાતચીત ખુલ્લેઆમ થઈ શકે, જ્યાં અભિનય કરતાં લાગણીઓને વધુ મહત્વ મળે અને દેખાવ કરતાં સચ્ચાઈને.”
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી, ગુજરાતમાં 1લી જૂનથી પ્રથમ તબક્કાની ગણતરી કરાશે, જાણો A To Z માહિતી
શોના ક્રિએટર અધ્યયન સુમને કહ્યું, “આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ જ ખાસ અને દિલની નજીક છે. આ માત્ર એક શો નથી પરંતુ એક એવા સમય, એક એવા કલાકાર અને એક એવા અવાજની વાપસી છે, જેણે આ દેશમાં વાતચીતની શૈલીને નવી ઓળખ આપી હતી. મારા માટે અને મારી આખી પેઢી માટે શેખર સુમન એક લેજેન્ડ છે. લોકો આજે પણ તેમની હાજરજવાબી, તેમના અદ્ભુત મોનોલોગ્સ અને વાતચીત પરની મજબૂત પકડને યાદ કરે છે. મેં બાળપણથી તેમનો આ જાદુ ખૂબ નજીકથી જોયો છે અને તે હંમેશા મારી સાથે રહ્યો છે. આજે એટલા વર્ષો બાદ તેમને ફરી એ જ ઊર્જા અને શાનદાર અંદાજમાં પરત ફરતા જોવું મારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે. તેમની અંદર કંઈ બદલાયું નથી, પરંતુ તેમનો પ્રભાવ પહેલાં કરતાં વધુ મજબૂત થયો છે. સૌથી ખાસ વાત એ છે કે તેમણે પોતાની નિખાલસતા અને એ જાદુ આજે પણ જાળવી રાખ્યો છે।”
‘શેખર ટુનાઇટ’માં ફિલ્મ, રાજકારણ, સંગીત, રમતગમત, બિઝનેસ અને સંસ્કૃતિ જગતની અનેક જાણીતી હસ્તીઓ જોવા મળશે. શોમાં થતી વાતચીત સંપૂર્ણ ખુલ્લી, અનસ્ક્રિપ્ટેડ અને સ્વાભાવિક રહેશે. તેમાં હાસ્ય, લાગણીઓ, વ્યંગ્ય અને અનેક અનસુણ્યા પ્રસંગો જોવા મળશે. ડિજિટલ દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાયેલા આ શોમાં વાતચીત કોઈ નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણે નહીં, પરંતુ સ્વાભાવિક રીતે આગળ વધશે. શેખર સુમનનું ‘શેખર ટુનાઇટ’ 15 મે 2026થી પ્રીમિયર થશે. નવા એપિસોડ દર શુક્રવારે YouTube ચેનલ ‘શેખર સુમન’ પર જોઈ શકાશે.
