રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલાઓ ઝડપાઈ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ વારંવાર ગુજરાતમાં દારૂની પાર્ટી કરતા નબીરાઓ ઝડપાતા રહે છે. આવામાં વધુ એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. પ્રી-બર્થડે સેલિબ્રેશનના નામે આયોજિત આ મોડી રાતની પાર્ટી પર પોલીસે દરોડો પાડીને 43 પુરુષો અને 33 મહિલાઓ સહિત મોટી સંખ્યામાં હાઈપ્રોફાઈલ લોકોને ઝડપી લીધા છે.

પોલીસના આ દરોડાને કારણે સ્થળ પર ભારે ખળભળાટ મચી ગયો હતો. અહેવાલો અનુસાર, હાજર રહેલા લોકોમાં જાણીતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ઝવેરીઓ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પોલીસ હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ‘સરાજા હોટલ’માં આયોજિત એક હાઈ-પ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દિવાળી પહેલા ‘ડેકોરા ગ્રુપ’ના ચિરાગ પટેલના જન્મદિવસની પૂર્વ-ઉજવણી (પ્રી-બર્થડે સેલિબ્રેશન) માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 43 પુરુષો અને 33 મહિલાઓ હાજર હતા. આ મહેફિલમાં દારૂ પીરસવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. ચિરાગ પટેલનો જન્મદિવસ 12 નવેમ્બરે આવે છે અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ ઉજવણી અગાઉથી કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ઝવેરીઓ સહિત અનેક હાઈ-પ્રોફાઈલ મહેમાનો હાજર હતા. ચિરાગ પટેલે મહેમાનો માટે ભોજન અને દારૂ બંનેની વ્યવસ્થા કરી હતી. અહીં આવનારા લોકો લાખો અને કરોડો રૂપિયાની કિંમતની લક્ઝરી ગાડીઓમાં હોટલ પર પહોંચ્યા હતા. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) એ જણાવ્યું હતું કે, બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ સંબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પાર્ટીમાં હાજર રહેલા તમામ 43 પુરુષો અને 33 મહિલાઓને તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘દિવાળીનો હપ્તો આપવો પડશે…’ ગાંધીનગરમાં ₹22,000 ની લાંચ લેતા મ્યુનિસિપલ એનિમલ ઇન્સ્પેક્ટર ACB ના હાથે ઝડપાયો

આ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે હાજર રહેલા લોકોમાંથી કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ‘પ્રોહિબિશન એક્ટ’ (દારૂબંધી કાયદો) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હોટલના મેનેજર સામે પણ કેસ નોંધવામાં આવશે. 

પોલીસે પાર્ટીના આયોજન, દારૂના પુરવઠા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તેમાં સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકાઓની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, ‘સરાજા હોટેલ’ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર 850 મીટરના અંતરે આવેલી છે. તેમ છતાં ત્યાં યોજાયેલી પાર્ટીમાં દારૂ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *