LPG Cylinder Worth Improve : એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે. દિવાળી પહેલા ફરી રાંધણગેસ સિલિન્ડરના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગને ફરી મોંઘવારીનો ફટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધારી છે. નોંધનિય છે કે, પ્રત્યેક મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે.
LPG સિલિન્ડર મોંઘો થયો
રાંધણગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ₹ 10 વધારી છે. નવા ભાવ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરની કિંમત ₹ 2820 થઇ છે.
તો મુંબઇમાં ₹ 10 વધીને ₹ 2774 થઇ છે. કલકત્તામાં ₹ 2964, ચેન્નઇમાં ₹ 2994 અને બેંગ્લોરમાં ₹ 2908 થઇ છે.
ઉલ્લેખનિય છે કે, 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વપરાશનો રેસ્ટોરન્ટ, હોટેલ જેવા ખાણીપીણીના વ્યવસાયોમાં થાય છે.
અમેરિકા ઇરાન યુદ્ધ વચ્ચે હાર્મુઝ સ્ટ્રેટ માંથી ઇંધણની સપ્લાયમાં વિક્ષેપ પડતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેની અસરથી પેટ્રોલ ડીઝલ, ગેસના ભાવ વધ્યા છે. અગાઉ 1 મે, 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ₹ 993નો વધારો કરવામાં આવ્યો હતો.
જો કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ વપરાશ માટેના 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરાયો નથી.
