UPI fee expenses: કેન્દ્ર સરકારે શનિવારે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા પેમેન્ટ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે કહ્યું કે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. જોકે આગામી દિવસોમાં કેટલાક પસંદ કરેલા વેપાર સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન માટે નજીવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરી શકાય છે.
લોકસભામાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007માં સુધારો કરવા માટે બિલ પસાર થયાના એક દિવસ બાદ આ નિવેદન આવ્યું છે. આ બિલ હેઠળ સરકાર બેંકો અને અન્ય સર્વિસ પ્રોવાઇડર્સને યુપીઆઈ અને અન્ય નોટિફાઇડ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ રીતથી થનાર પેમેન્ટ ચાર્જ લગાવવાની મંજૂરી આપી શકે છે.
UPI ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે
નાણાં મંત્રાલયે કહ્યું કે પર્સન-ટુ-પર્સન (પી2પી) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. મંત્રાલયે એ વાત ઉપર પણ ભાર આપ્યો કે મોટાભાગના વેપારીઓ પણ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં રહેશે. પરંતુ કેટલાક પસંદગી પર આગામી સમયમાં નજીવો ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
સરકારના જણાવ્યા અનુસાર જો એમડીઆર ચાર્જ લાગુ કરવામાં આવે છે તો તે નિશ્ચિત સીમાથી ઉપરના કેટલાક વેપારી ટ્રાન્ઝેક્શન પર જ લાગુ થશે. આ ચાર્જ ઘણો ઓછો હશે અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ કરવામાં આવતા એમડીઆર કરતા ઘણા ઓછો હશે. સરકારે કહ્યું કે જો એમડીઆર લાગુ કરવામાં આવે છે, તો તે એક નિશ્ચિત સીમા પર આધારિત હશે અને બધા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એક સાથે લાગુ થશે નહીં.
સરકાર પીએસએસ એક્ટમાં ફેરફાર કેમ કરી રહી છે?
સરકારે કહ્યું કે આ પરિવર્તનનો હેતુ યુપીઆઈની લાંબા સમય સુધી ચાલવાની ક્ષમતા, તકનીકી પ્રગતિ અને નવા જોખમોનો સામનો કરવા મજબૂત બનાવવાનો છે. સરકારે કહ્યું કે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં ઝડપથી વધારાને ધ્યાનમાં રાખીને, સાયબર સિક્યોરિટી, છેતરપિંડી રોકવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે મોટા અને સતત રોકાણની જરૂર છે.
સરકારે એમ પણ કહ્યું હતું કે આ ફેરફાર જરૂરી છે જેથી વધુને વધુ કંપનીઓને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં તેમની કામગીરી વધારવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ માટે એક એવું રેવન્યુ મોડલ બનાવવું પડશે જે પોતે જ ચાલી શકે અને સાથે સાથે સ્પર્ધા પણ વધે.
બજાજે બે નવા પલ્સર બાઇક કર્યા લોન્ચ, પહેલાથી વધારે પાવર અને સ્માર્ટ ફીચરથી સજ્જ, જાણો કિંમત અને ફિચર્સ
સરકારે એમ પણ કહ્યું હતું કે યુપીઆઈ વૃદ્ધિના આગલા રાઉન્ડ માટે ફક્ત સબસિડી પર આધાર રાખવો યોગ્ય રહેશે નહીં. પેમેન્ટ સિસ્ટમને મજબૂત, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર રાખવા માટે ભારતને સંતુલિત માળખાની જરૂર છે.
બહારના પ્રભાવનું કોઈ દબાણ નથી: સરકાર
નાણાં મંત્રાલયે બહારના દબાણને કારણે નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. મંત્રાલયે આવા દાવાઓને પાયાવિહોણા, સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. મંત્રાલયે કહ્યું કે જો નીતિ પર બહારનુંય દબાણ હોત તો તે 2016 માં યુપીઆઈ લોન્ચ ન કરી હોત અથવા જાન્યુઆરી 2020થી તેને વેપારીઓ અને નાગરિકો બંને માટે મફત ન કરી હોત.
