જીવનશૈલી | જો તમે પનીરના બદલે કોઈ હાઇ-પ્રોટીન અને હેલ્ધી વિકલ્પ શોધી રહ્યા હોવ, તો પાલક ટોફુ એક ઉત્કૃષ્ટ વાનગી છે. પાલકની પૌષ્ટિક ગ્રીન ગ્રેવી, લસણ-હિંગનો ચટાકેદાર વઘાર, કાજુ અને ક્રીમની સિલ્કી ટેક્સચર સાથે સોયા ટોફુનો સ્વાદ આ ડીશને એકદમ રોયલ બનાવે છે.
આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે વેગન અને ફિટનેસ પ્રેમીઓ માટે બેસ્ટ ડાયટ ઓપ્શન છે, અહીં જાણો પાલક ટોફુ રેસીપી
પાલક ટોફુ રેસીપી
સામગ્રી
- 1/2 ચમચી મીઠું
- 500 ગ્રામ પાલક
- 10 નંગ કાજુ
- 2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 2 નંગ તમાલપત્ર
- 3-4 નંગ સૂકા લાલ મરચાં
- 5-6 કળી લસણ
- 1 ચમચી હિંગ
- 1 નંગ ડુંગળી
- 1 ચમચી ચણાનો લોટ
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી જીરું પાવડર
- પાણી – જરૂર મુજબ
- 1 ચમચી તેલ
- મીઠું – સ્વાદ મુજબ
- 1/2 ચમચી કાળું મીઠું
- 1/2 ચમચી ગરમ મસાલા
- 1 ચમચી દેશી ઘી
- 200 ગ્રામ ટોફુ
- 2 ચમચી ફ્રેશ ક્રીમ
- થોડું બટર
પાલક ટોફુ બનાવવાની રીત
એક વાસણમાં પાણી ગરમ કરો, તેમાં 1/2 મીઠું ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં 500 ગ્રામ ધોયેલી પાલક અને 10 નંગ કાજુ ઉમેરી ૨ મિનિટ માટે બાફી લો.
ત્યારબાદ પાલકને તરત જ બરફ વાળા ઠંડા પાણીમાં કાઢી લો. ઠંડી થયા પછી પાલક અને કાજુને મિક્સર જારમાં પીસીને સિલ્કી ગ્રીન પેસ્ટ બનાવી લો.
એક પેનમાં 1 ચમચી દેશી ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં ૨૦૦ ગ્રામ ટોફુના ચોરસ ટુકડા ઉમેરી ધીમી આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો અને બાજુ પર રાખો.
એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં 1 ચમચી જીરું, 2 નંગ તમાલપત્ર, 3-4 સૂકા લાલ મરચાં, 5-6 ઝીણી સમારેલી લસણની કળીઓ અને 1 ચમચી હિંગ ઉમેરી સાંતળી લો.
હવે તેમાં 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં 1 ચમચી ચણાનો લોટ ઉમેરી 1 મિનિટ ધીમી આંચ પર શેકો.
હવે ½ ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર અને 1/2 ચમચી જીરું પાવડર ઉમેરી મસાલા બરાબર મિક્સ કરી લો.
કાજુ કતરી રેસીપી, માત્ર 4 જ સામગ્રીની જરૂર પડશે!
હવે કડાઈમાં તૈયાર કરેલી પાલક-કાજુની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી, સ્વાદ મુજબ મીઠું, કાળું મીઠું અને ગરમ મસાલો ઉમેરી 5 મિનિટ માટે ગ્રેવીને ઉકળવા દો.
ગ્રેવી પાકી જાય એટલે તેમાં સાંતળેલા ટોફુના ટુકડા ઉમેરી હળવા હાથે મિક્સ કરો. છેલ્લે ફ્રેશ ક્રીમ અને થોડું બટર ઉમેરી 2 મિનિટ ધીમી આંચ પર રાખ્યા બાદ ગેસ બંધ કરો. તૈયાર ગરમાગરમ પાલક ટોફુને પરાઠા, નાન કે રોટલી સાથે સર્વ કરો
