ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટી20 ટીમની જાહેરાત, 4 વર્ષ પછી ભુવનેશ્વર કુમારની વાપસી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India T20I Squad for New Zealand Tour : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ભારતની ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૌથી મોટી વાત એ છે કે ભુવનેશ્વર કુમારની વાપસી થઇ છે. ભુવી છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2022માં રમ્યો હતો અને આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. હવે લગભગ ચાર વર્ષ પછી તે ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

વરુણ ચક્રવર્તીની પણ ટી20 ટીમમાં વાપસી થઇ છે. આ પ્રવાસ માટેની ટીમમાં નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવની પણ પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ હાલની વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં પણ સામેલ છે. રવિ બિશ્નોઈને ડ્રોપ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડયા અને હર્ષિત રાણાની વાપસી થઇ નથી. 

ન્યૂઝીલેન્ડ સામે ટી20 શ્રેણી માટે ભારતની ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 શ્રેણીનો કાર્યક્રમ

  • પ્રથમ ટી20 : 22 ઓક્ટોબર 2026, ક્રાઇસ્ટચર્ચ (બપોરે 12.30 વાગ્યે)
  • બીજી ટી20 : 24 ઓક્ટોબર 2026, ક્રાઇસ્ટચર્ચ (બપોરે 12.30 વાગ્યે)
  • ત્રીજી ટી20 : 27 ઓક્ટોબર 2026, વેલિંગ્ટન (બપોરે 12.30 વાગ્યે)
  • ચોથી ટી20 : 30 ઓક્ટોબર 2026, ઓકલેન્ડ (બપોરે 12.30 વાગ્યે)
  • પાંચમી ટી20 : 1 નવેમ્બર 2026, હેમિલ્ટન (બપોરે 12.30 વાગ્યે)

ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ કેવો છે?

ભુવનેશ્વર કુમાર નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાથી દૂર છે. આઇપીએલમાં છેલ્લી ચાર સિઝનમાં તેનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો છે. ખાસ કરીને આરસીબી માટે તેણે ગત સિઝનમાં 16 મેચમાં 28 વિકેટ ઝડપીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યાર બાદ તેને ટીમમાં પરત લાવવાની સતત ચર્ચા ચાલી રહી હતી.

ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટી20 મેચ લાઇવ અપડેટ્સ

ભુવીના કારકિર્દીના રેકોર્ડની વાત કરીએ તો તેણે ભારત માટે 87 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 90 વિકેટ ઝડપી છે. ઓવરઓલ ટી20માં તેણે 332 મેચમાં 363 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં ભુવીએ 206 મેચમાં 226 વિકેટ ઝડપી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *